ગુજરાત

અમદાવાદ શહેરમાં ઉડતી જીવાત એટલે મસીનો ત્રાસ, AMCએ ઉપાય કર્યો

Text To Speech
  • AMC આરોગ્ય વિભાગને મોટી સંખ્યામાં ફરિયાદ મળી
  • મસીનું પ્રમાણ વધતા ફોગિગની કાર્યવાહી ચાલુ કરવામાં આવી
  • અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રોગચાળો પણ વધી રહ્યો છે

અમદાવાદ શહેરમાં ઉડતી જીવાત એટલે મસીનો ત્રાસ વધ્યો છે. જેમાં AMCએ ઉપાય કર્યો છે. AMC આરોગ્ય વિભાગને મોટી સંખ્યામાં ફરિયાદ મળી રહી છે. ત્યારે મસીની ફરિયાદ મળતા સાતેય ઝોનમાં ફોગિગની કાર્યવાહી ચાલુ છે. તેમજ જાન્યુઆરી માસમાં ઝાડા ઉલટીના 317 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કાંડ કેસમાં રાજીવ મોદીના કર્મીઓ અને કુટુંબીજનોની મુશ્કેલીઓ વધી

લાંભા, વટવા, વસ્ત્રાલમાં કોલેરાના કેસ વધુ નોંધાયા છે

હાલમાં બેવડી ઋતુના કારણે માંદગીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રોગચાળો પણ વધી રહ્યો છે અને શહેરમાં જાહેર રસ્તાઓ પર મસીઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા પણ ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા થોડાં દિવસોમાં અમદાવાદમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉચક્યું છે. જાન્યુઆરી માસમાં ઝાડા ઉલટીના 317 કેસ નોંધાયા હતા. જ્યારે કમળાના 111 ટાઇફોઇડના 203 કેસ, કોલેરાના 7 કેસ સામે આવ્યા. જાન્યુઆરી માસમાં લાંભા, વટવા, વસ્ત્રાલમાં કોલેરાના કેસ વધુ નોંધાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ડિફેન્સની જગ્યા પર પણ દબાણ બહોળા પ્રમાણમાં વધ્યું 

મસીનું પ્રમાણ વધતા ફોગિગની કાર્યવાહી ચાલુ કરવામાં આવી

શહેરમાં મચ્છજન્ય કેસ વધારો જોવા મળ્યો છે. સાદા મેલેરિયાના 10 કેસ, ઝેરી મેલેરિયાના 6 કેસ, ડેન્ગ્યુના 47 કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા 3712 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી 41 જેટલા સેમ્પલ અનફિટ સાબિત થયા છે. જ્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં ઉડતી મસીનું પ્રમાણ વધ્યુ છે. જેના માટે આરોગ્ય વિભાગને મોટી સંખ્યામાં ફરિયાદો મળી રહી છે. મસીનું પ્રમાણ વધતા ફોગિગની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. જેના અંગે AMC હેલ્થ વિભાગે જણાવ્યું કે, મસીથી કોઇ નુકશાન થતું નથી પરંતુ તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે. શહેરમાં 75 હેડ ઓપરેટીવ મશિન દ્વારા ફોગિંગ કામગીરી કરી રહ્યા છે. તેમજ 14 વ્હિકલ માઉન્ટેન્ટ મશિન દ્વારા ફોગિંગની કામગીરી ચાલુ છે.

Back to top button