ફ્લૂ વાયરસ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો, જાણો તેનાથી કેવી રીતે બચવું
- ઉનાળાની ઋતુમાં બાળકો ઘણીવાર બીમાર પડે છે. આ સિઝનમાં ફ્લૂ અને વાયરલ ઈન્ફેક્શનનું જોખમ ઝડપથી વધી જાય છે. આવી સ્થિતિમાં તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો કરીને તમારી જાતને ખતરનાક વાયરસથી બચાવી શકો છો
HD ન્યૂઝ ડેસ્ક, 25 એપ્રિલ: ફ્લૂના વાયરસ ઉનાળાથી લઈને વરસાદની ઋતુ સુધી સૌથી વધુ તકલીફ આપે છે. નજીવો લાગતો ઈન્ફલ્યુએન્ઝા કોરોના કરતાં 100 ગણો વધુ ખતરનાક મહામારીનું કારણ બની શકે છે. હા, વિશ્વના 57% અગ્રણી રોગ નિષ્ણાતોએ આ આશંકા વ્યક્ત કરી છે. જર્મનીની કોલોન યુનિવર્સિટીના અભ્યાસ મુજબ ફ્લૂ વાયરસ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવાની જરૂર છે કારણ કે WHO એ પણ એવિયન સ્ટ્રેન ઓફ ઈન્ફલ્યુએન્ઝાના ફેલાવાને લઈને ચેતવણી આપી છે. ઝડપથી ફેલાતો એવિયન સ્ટ્રેન પહેલાથી જ મૃત્યુનું કારણ બની ચુક્યો છે.
વાઇરલ ફ્લૂ હોય કે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન, તેના વધવાનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ, ભારે હવામાન અને પ્રદૂષણ છે. તેથી જ તેમનો હુમલો દરેક ઋતુમાં કોઈને કોઈ સ્વરૂપે જોવા મળે છે. હવે આગામી ચાર મહિનામાં એટલે કે મે-જૂન-જુલાઈ-ઓગસ્ટમાં મચ્છરોનો પ્રકોપ વધશે. આ સાથે વાયરલ તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, હર્પીસ જેવા જીવલેણ રોગોમાં પણ વધારો થાય છે. જો તમને માથાનો દુખાવો, ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, સ્નાયુમાં ખેંચાણ, સાંધાનો દુખાવો અને ત્વચાની એલર્જી જેવા લક્ષણો દેખાય તો તમારે તાત્કાલિક સારવાર લેવી જોઈએ. સ્વામી રામદેવ પાસેથી જાણો રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે મજબૂત કરવી અને વાયરસ, બેક્ટેરિયા, ફૂગના હુમલાથી કેવી રીતે બચવું?
નાના-નાના લક્ષણો મોટો રોગ આવવાના સંકેત હોઈ શકે
- તીવ્ર ઠંડી
- સ્નાયુ ખેંચાણ
- માથાનો દુખાવો
- ઉલટી
- ઝાડા
- પેટમાં પીડા
- સાંધાનો દુખાવો
- ધબકારા વધી જવા
- ત્વચા ચેપ
ઉપર જણાવેલ લક્ષણો જો તમને અનુભવાય તો તમારે તાત્કાલિક સારવાર લેવી જોઈએ.
ફ્લૂથી બચવા શું કરવું?
- આમળા કે એલોવેરાનો જ્યુસ પીવો.
- દૂધની સાથે ખજૂર લેવી.
- દૂધની સાથે શિલાજીત લેવી.
‘ઇમ્યુનિટી બૂસ્ટર’ ટિપ્સ
- વિટામિન સી મેળવવા માટે ખાટા ફળો વધારે ખાવા.
- થોડીવાર તડકામાં બેસી રેવું, જેનાથી વિટામિન ડી વધશે.
- લીલા શાકભાજી અને મોસમી ફળો ખાવાનું રાખવું.
- બાળકોને હળદરવાળું દૂધ પીવડાવવું.
- તાવ દૂર કરવા માટે ગિલોયનો રસ પીવો.
- ઉલટી બંધ કરવા માટે દાડમનો રસ પીવો.
ડેન્ગ્યુ-ચિકનગુનિયાના લક્ષણો
- તીવ્ર ઠંડી લાગવી.
- તાવ આવવો.
- માથાનો દુખાવો થવો.
ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી બચવા શું કરવું?
- ગોળનો રસ મધમાં ભેળવીને પીવો.
- નાસ્તામાં દાડમ અને અંજીર ખાવાનું વધારો.
પ્લેટલેટ્સ વધારવા માટે શું ખાવું જોઈએ
- ઘઉંના ઘાસનો રસ પીવો.
- એલોવેરા જ્યુસ પીવો.
- ગિલોયનો રસ પીવો.
- પપૈયાના પાનનો રસ પીવો.
મચ્છર ભગાવવાના ઉકેલ
- નીલગિરી તેલ લગાવો.
- લીમડાનું તેલ લગાવો.
- રૂમમાં કપૂર સળગાવો.
- ઘરમાં લોબાન બાળો.
માથાના દુખાવાને કેવી રીતે દુર કરશો?
- શરીરમાં ગેસ બનવા ન દો.
- એસિડિટી નિયંત્રિત કરો.
- વ્હીટગ્રાસ એલોવેરા લો.
- શરીરમાં કફને સંતુલિત કરો.
આ પણ વાંચો: આજે વિશ્વ મેલેરિયા દિવસ: જાણો મેલેરિયાના લક્ષણો