વર્લ્ડ

જાપાનમાં Fluનો હાહાકાર : એક અઠવાડિયામાં 51 હજારથી વધુ કેસ, જાણો શું છે આ રોગના લક્ષણો

જાપાનમાં પહેલા કોરોનાએ તબાહી મચાવી હતી. કોઈક રીતે આ રોગચાળો કાબૂમાં લેવામાં આવ્યો હતો, ત્યારે હવે જાપાનમાં ફરી એક નવી સમસ્યા સામે આવી છે. આ દિવસોમાં જાપાનમાં ફ્લૂ તબાહી મચાવી રહ્યો છે. સમગ્ર દેશમાં ફ્લૂના કેસ એટલા વધી ગયા છે કે માત્ર એક સપ્તાહમાં 51 હજારથી વધુ કેસ નોંધાયા છે. જાપાનમાં ફ્લૂ ફાટી નીકળવો એ મહામારીના રુપમાં ચેતાવણી સાબિત થયો છે.

જાપાનમાં ફ્લૂનો હાહાકાર

કોરોના મહામારીએ જાપાનમાં પણ હાહાકાર મચાવ્યો હતો. માંડ માંડ જાપાન આ મહામારીમાંથી બહાર આવ્યું હતુ ત્યારે જાપાનમાં નવી એક સમસ્યા ઉભી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ફ્લૂ જાપાનમાં તબાહી મચાવી રહ્યો છે. સમગ્ર દેશમાં ફ્લુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જાપાનમાં એક જ સપ્તાહમાં ફલૂના 51 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ વધારો જોતા જાપાનમાં મહામારીનું જોખમ વધી રહ્યું તેમ લાગી રહ્યું છે.

જાપાનમાં ચેતવણીના સ્તર પર પહોંચી દર્દીઓની સંખ્યા

જાપાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં જાપાનમાં ફ્લૂના દર્દીઓની વધતી સંખ્યા દેશમાં મહામારીની ચેતવણી છે. દેશભરમાં દરેક તબીબી સુવિધામાં દર્દીઓની સરેરાશ સંખ્યા 10.36 હતી. જે ચેતવણીના સ્તરના 10 બેન્ચમાર્કને વટાવી ગયો હતો. એલર્ટ લેવલ આગામી ચાર સપ્તાહમાં મહામારીની સંભાવના દર્શાવે છે.

જાપાનમાં ફ્લુના કેસ-humdekhengenews

એક અઠવાડિયામાં ફ્લૂના 51,000 થી વધુ કેસ

આંકડાકીય માહિતીને આધારે જાણવા મળ્યું છે કે જાપાનના તમામ 47 પ્રાંતોમાં લગભગ 5,000 સર્વેલન્સ તબીબી સંસ્થાઓએ સાત દિવસના સમયગાળા દરમિયાન કુલ 51,000 થી વધુ ઈન્ફલ્યુએન્ઝા કેસ નિયમિતપણે નોંધાયા હતા. પ્રાતમાં હોસ્પિટલ દીઠ ઓકિનાવામાં સૌથી વધુ 41.23 દર્દીઓ નોંધાયા છે, ત્યારબાદ ફુકુઈમાં 25.38, ઓસાકામાં 24.34 અને ફુકુઓકામાં 21.70 દર્દીઓ નોંધાયા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ફ્લૂ ચેપ સામાન્ય વર્ષો કરતાં વધુ વ્યાપક હોઈ શકે છે.

ફ્લૂ શું છે ? 

ફ્લૂ એક ચેપી શ્વાસની બીમારી છે. તે ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે થાય છે. જે નાક, ગળા અને ક્યારેક ફેફસાંને ચેપ લગાડે છે. આ કાનમાં ચેપ અથવા બેક્ટેરિયલ ન્યુમોનિયા જેવી ગૂંચવણો તરફ દોરી શકે છે. કેટલીકવાર તેના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તો તેના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

ફલૂના લક્ષણો

ફલૂના લક્ષણોમાં સ્નાયુઓમાં દુખાવો, થાક, ઉધરસ, ગળામાં દુખાવો અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. તાવ એ બીજું લક્ષણ છે, પરંતુ ફલૂથી પીડિત દરેક વ્યક્તિને તાવ આવતો નથી. કેટલાક લોકોને ઉલ્ટી અને ઝાડા પણ થાય છે. તે પુખ્ત વયના લોકો કરતાં બાળકોમાં વધુ સામાન્ય છે.

આ પણ વાંચો : સુજલામ સુફલામ યોજના હેઠળ હવે આ તારીખથી તળાવ ઊંડા કરવાની કામગીરી થશે શરુ

Back to top button