બેવડી સિઝનમાં વકરી રહ્યો છે ફ્લૂ, આ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો
અમદાવાદ સહિત ગુજરાતભરમાં બેવડી સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડી રહી છે.
ખાસ કરીને સીઝનલ ફ્લુના કેસ વધતા તંત્ર પણ ચિંતીત છે. સીઝનલ ફ્લૂમાં પણ કેટલીક કેટેગરી પાડવામાં આવી છે. તબક્કાવાર જો ગંભીરતા જણાય તો તે અનુસાર સારવારમાં પણ બદલાવ લાવવો પડે છે. ત્યારે આવો જાણીએ સીઝનલ ફ્લૂના લક્ષણો અને તેની સારવાર.
કેટેગરી- Aના લક્ષણો
• શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને ઉલ્ટી સાથે અથવા હળવો તાવ અને ઉધરસ તેમજ ગળામાં દુખાવો.
કેટગરી –Aના લક્ષણો દેખાય તો શું કરવું ?
• જેમાં ઓસેલ્ટામાવીર દવા લેવાની જરૂર નથી
• આઈસોલેશનમાં રહેવું તેમજ અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો
• સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.
કેટેગરી- B 1
• કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારે તાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી
કેટેગરી- B 2
કેટેગરી- Aના તમામ લક્ષણો ઉપરાંત હાઇ રીસ્ક સ્થિતિમાં ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
• ઉંમર ૬૫ વર્ષથી વધુ
• ગર્ભાવસ્થા
• ૫ વર્ષથી નાની વયના બાળકો
• શ્વસનતંત્રની બીમારી
• લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી
• ડાયાબિટીસ ના દર્દી
• એચઆઇવી/એઇડ્સ
કેટેગરી – Bના લક્ષણોમાં શું કરવું ?
• ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.
• આઈસોલેશનમાં રહેવાનું.
• અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો
• સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.
કેટેગરી-C
• કેટેગરી- એ અને બી ના લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ગભરામણ, ગળફામાં લોહી પડવું અથવા બી.પી ઘટી જવું, ન્યુમોનીયાની અસર
કેટેગરી – Cના લક્ષણોમાં શું કરવું ?
• હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી
• સિઝનલ ફ્લુ પરીક્ષણ કરાવવું જરૂરી
• ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.