Flower Show 2023 : જાણો અમદાવાદીઓને ફ્લાવર શો કેવો લાગ્યો ?
નવા વર્ષની શરુઆત થતા જ અમદાવાદીઓ ઉત્સાહમાં જોવા મળી રહ્યાં છે, તેમાં પણ અમદાવાદમાં યોજાતા અને ઉજવાતા વિવિધ કાર્યક્રમો અમદાવાદીઓની આ ઉત્સાહમાં વધારો કરી રહ્યાં છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ બાદ હવે અમદાવાદના આંગણે ‘ફ્લાવર શો’ ઉજવાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના બે વર્ષના લાંબા સમયગાળા બાદ અમદાવાદ ખાતે ફ્લાવર શોનું આયોજન કરાયું છે, ત્યારે આ ફ્લાવર શો 2023ને માણવા અમદાવાદીઓ ઉમટી પડ્યાં છે. જુઓ વીડિયો કે અમદાવાદીઓને ફ્લાવર શો કેવો લાગ્યો ?
જાણો આ ‘ફ્લાવર શો’માં શું છે ખાસ ?
અમદાવાદ ખાતે 10માં ફ્લાવર શોનું આયોજન કરવામાંઆવ્યું છે. આ ‘ફ્લાવર શો’માં G-20 અને આઝાદી કા અમૃત મહોત્સવ સહિત વિવિધ 15 જેટલી થીમો રાખવામાં આવી છે. અમદાવાદ ખાતે યોજાયેલ ‘ફ્લાવર શો’ સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે અને આ ‘ફ્લાવર શો’ 31 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી અમદાવાદીઓ માણી શકશે. આ ‘ફ્લાવર શો’ પાછળ કોર્પોરેશને 3 કરોડનો ખર્ચ કર્યો છે. આશરે 10 લાખ જેટલા લોકો ‘ફ્લાવર શો’ની મુલાકાત લે તેવી સંભાવના છે. ‘ફ્લાવર શો’ માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે 30 રુ. ટિકિટનો દર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘ફ્લાવર શો’માં વિવિધ કલરની 20 જેટલી ગ્રીન વોલ સેલ્ફી પોઈન્ટ તરીકે તૈયાર કરવામા આવી છે તેમજ હનુમાનજીની પ્રતિકૃતિ અને ચરકઋષિના સ્કલ્પચર આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે. આ સિવાય અમદાવાદ ફ્લાવર શો 2023માં ઓર્કિડ,રેનેસ્કયુલસ,લિલિયમ,પીટુનીયા,ડાયન્થસ જેવી જાતોના 10 લાખથી વધુ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આજથી અમદાવાદમાં ભવ્ય ફ્લાવર શોની શરૂઆત, જાણો શું સમયથી લઈ તમામ માહિતી
G20 સમિટ અહિની મુખ્ય થીમ
ઉલ્લેનીય છે કે દેશ G20 સમિટનું નેતૃત્વ કરી રહ્યો છે તેથી G20 સમિટ અહિની મુખ્ય થીમ છે, આ સિવાય બે વર્ષ બાદ ફ્લાવર શોનું આયોજન થતા પણ જી-20 સિમિટથી લઈ યોગ અને આઝાદીના અમૃત મહોત્સવના સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રવેશ કરનાર લોકો માટે માસ્ક પણ ફરજિયાત હોવાની પણ વાત કરવામાં આવી છે.