ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહાર વિધાનસભામાં નીતિશ સરકારનો આજે ફ્લોર ટેસ્ટ, NDA-મહાગઠબંધનના પોતાના દાવા

  • ફ્લોર ટેસ્ટને કારણે સમગ્ર બિહારના રાજકારણમાં ઉથલપાથલનો માહોલ

પટના, 12 ફેબ્રુઆરી: બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળની NDA સરકારને આજે એટલે કે સોમવારે વિધાનસભા ગૃહમાં બહુમતી સાબિત કરવાની છે. નવી રચાયેલી NDA સરકાર 12 ફેબ્રુઆરીએ આજે ગૃહમાં વિશ્વાસ મત રજૂ કરવાનો રહેશે. જેને લઈને સમગ્ર બિહારના રાજકારણમાં ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે. ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા, પટનામાં મોડી રાત સુધી રાજકીય ઉથલપાથલ ચાલુ રહી હતી, જ્યારે બીજી તરફ બંને કેમ્પ, ગ્રાન્ડ એલાયન્સ અને એનડીએ, પોતાના માટે બહુમતીનો દાવો કરતા રહ્યા હતા.

 

 

 

વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 122નો આંકડો જરૂરી

ઉલ્લેખનીય છે કે, હાલમાં 243 સભ્યોની બિહાર વિધાનસભામાં NDAના ધારાસભ્યોની સંખ્યા 128 છે, જ્યારે મહાગઠબંધનમાં કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ (RJD) સહિત ડાબેરી(leftist) પક્ષોના કુલ 114 ધારાસભ્યો છે. વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 122નો આંકડો જરૂરી છે. ફ્લોર ટેસ્ટ પહેલા પટનામાં રવિવારે મોડી રાત સુધી હંગામો ચાલુ રહ્યો હતો. કેટલીક હોટલોમાં ભાજપના ધારાસભ્યો જોવા મળ્યા હતા અને કેટલીક જગ્યાએ જેડીયુ અને આરજેડીના ધારાસભ્યોને રોકાવવામાં આવ્યા હતા. દરમિયાન, પોલીસ જ્યારે રાત્રે લગભગ 10:00 વાગ્યે પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના નિવાસસ્થાને પહોંચી, ત્યારે વાતાવરણ અચાનક ગરમ ગયું હતું.

બંને પક્ષો દ્વારા પોતાની પાસે બહુમતી હોવાનો દાવો

 

 

આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે, પોલીસની ટીમ ગુમ થયેલા RJD ધારાસભ્ય ચેતન આનંદની શોધમાં ગઈ હતી, જો કે ચેતન આનંદ મોહન મળી આવ્યા હતા. બંને પક્ષોનો પોતપોતાનો દાવો છે કે, તેમની પાસે બહુમતી છે અને ફ્લોર ટેસ્ટમાં તેમના સંબંધિત દાવા કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, RJDએ પોતાના તમામ કાર્યકર્તાઓને પટના બોલાવ્યા છે, તો બીજી તરફ JDU અને બીજેપીના ધારાસભ્યોને ક્રમશઃ પટનાની અલગ-અલગ હોટલોમાં રાખવામાં આવ્યા છે.

તેજસ્વી યાદવના ઘરની બહાર કલમ ​​144 લગાવી દેવામાં આવી

 

 

જ્યારે RJDએ તેના તમામ ધારાસભ્યોને તેજસ્વીના આવાસમાં રાખ્યા છે, જ્યારે NDA કેમ્પના ધારાસભ્યો પટનામાં હોટેલ ચાણક્ય અને હોટલ પાટલીપુત્રમાં છે. ફ્લોર ટેસ્ટ પહેલા પટના જિલ્લા પ્રશાસન પણ ખૂબ જ સતર્ક છે અને તેજસ્વી યાદવના ઘરની બહાર કલમ ​​144 લગાવી દેવામાં આવી છે. બધાની નજર ગૃહમાં વિશ્વાસ મત પર છે.

આ પણ જુઓ: ઓપરેશન લોટસને પછાડશે ઓપરેશન લાલટેનઃ આરજેડીના દાવાથી બિહારમાં રાજકારણ ગરમાયું

Back to top button