વર્લ્ડ

પાકિસ્તાનમાં પૂરનો તાંડવ હજુ પણ ચાલુ, મૃત્યુઆંક 1000ને પાર

Text To Speech

પાકિસ્તાનમાં પૂરનો તાંડવ હજુ પણ યથાવત છે. આ કુદરતી આપદામાં મૃત્યુઆંક 1000ને વટી ગયો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરથી અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1527 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે 719,558 પ્રાણીઓના પણ મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં જ 119 લોકોના મોત થયા છે જ્યારે 71 લોકો ઘાયલ થયા છે.

મોતના આંકડા

છેલ્લા 24 કલાકમાં સિંધ પ્રાંતમાં 76, ખૈબર-પખ્તુનખ્વામાં 31, ગિંગિટ-બાલ્ટિસ્તાનમાં 6, બલૂચિસ્તાનમાં 4 અને PoKમાં 1 વ્યક્તિના મોત થયા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)અનુસાર, સમગ્ર પાકિસ્તાનમાં 3,451.5 કિલોમીટરના રસ્તાઓને નુકસાન થયું છે. તેમજ 149 પુલ ધરાશાયી થયા છે જ્યારે 170 દુકાનો નાશ પામી છે. તે જ સમયે, 10 લાખથી વધુ મકાનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર #BoycottBrahmastra સામે #WELOVEALIABHATT કેમ થવા લાગ્યું ટ્રેન્ડ ?

બચાવ કામગીરી

પાકિસ્તાનના ઓછામાં ઓછા 110 જિલ્લા પૂરની ઝપેટમાં છે, જેમાંથી 72 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. બચાવ ટીમોએ પૂરમાં ફસાયેલા 51,275 લોકોને બચાવ્યા છે અને 4,98,442 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

Back to top button