ટ્રેન્ડિંગવર્લ્ડ

ફિલિપાઈન્સમાં પૂરે મચાવી તબાહી, 25ના મોત, 23 ગૂમ

Text To Speech

ફિલિપાઈન્સમાં પૂરે ફરી હાહાકાર મચાવ્યો છે. અચાનક આવેલી આ તબાહીને કારણે 25 લોકોના મોત થઈ ચૂંક્યા છે. જ્યારે 23 લોકો ગૂમ હોવાનું સામે આવ્યું છે. જ્યારે હજૂપણ રાહત કામગીરી અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ફિલિપાઈન્સ પૂરે ભારે તબાહી મચાવી

મંગળવારે ફિલિપાઈન્સની નદીઓમાં અચાનક પુર આવવાના કારણે 12 રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારમાં 20 થી વધુ સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ સ્થળોએ હજુ પણ વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. આ પૂરના કારણે 45 હજારથી વધુ લોકોને ઘર છોડીને કેમ્પમાં રહેવાની ફરજ પડી છે.

પૂરમાં માછીમારો ગૂમ થયા

ફિલિપાઈન્સમાં ક્રિસમસના દિવસે ભારે વરસાદ બાદ દેશના અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મનીલામાં મંગળવારે અચાનક આવેલા પૂરના કારણે 25 લોકોના મોત થઈ ચૂંક્યા છે, જ્યારે 23 લોકો ગુમ થયા હતા. અને ગુમ થયેલા લોકો માછીમારો હોવાનું કહેવાઈ રહ્યું છે. ડિઝાસ્ટર એજન્સીના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનને કારણે જોખમો હોવા છતાં ગુમ થયેલા માછીમારો સમુદ્રમાં ગયા હતા.

ફિલિપાઈન્સ-humdekhengenews

બચાવ કામગીરી ચાલુ

આ પૂરમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી અને ગૂમ થયેલા લોકોની શોધખોળ હાલ ચાલી રહી છે. આ ઘટનાઓમાં કેટલાક લોકોનું મોત નિપજ્યું હોવાથી શોધખોળ દરમિયાન તેમણા મૃતદેહો પણ મળી રહ્યા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. હાલ આ ઘટનામાં મુત્યું આંક વધીને  25  અને 23 ગૂમ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ‘ભારત જોડો યાત્રા’માં રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામી, કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર

Back to top button