કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

જૂનાગઢમાં ધોધમાર: ઉબેણ ડેમ ઓવર ફ્લો; સુત્રેજામાં બે લોકોને હેલિકોપ્ટરથી કર્યા એરલિફ્ટ

Text To Speech

ગુજરાતમાં પાછલા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાઇ છે. તેવામાં જૂનાગઢના સુત્રેજા ગામેથી એનડીઆરએફે હેલિકોપ્ટરથી બે લોકોને એરલિફ્ટ કર્યા છે.

મળી રહેલી માહિતી અનુસાર ધોધમાર વરસાદ અને પુર જેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢના સુત્રેજા ગામે છેલ્લા 14 કલાકથી બે લોકો ફસાયા હતા.બંને વ્યક્તિઓ જીવ બચાવવા વીજપોલનો સહારો લીધો હતો. NDRFની ટીમે ભારે જહેમતથી હેલિકોપ્ટરની મદદથી બંને લોકોને એરલિફ્ટ કરીને તેમના જીવ બચાવી લીધા હતા. તો બીજી તરફ જૂનાગઢના ભેસાણમાં ધોધમાર વરસાદ થતાં ઉબેણ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.

ઉબેણ ડેમ ઓવર ફ્લે થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, ઉબેણ ડેમ ભેસાણ તાલુકાનો સૌથી મોટો ડેમ છે. આ દરમિયાન તંત્ર દ્વારા નદીના પટમા ન જવા માટે સૂચના આપવામાં આવી છે. ઉબેણ ડેમ ઓવરફ્લો થતાં 17થી વધારે ગામોને સાવચેત કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમવરસાદ થવાની સંભાવના છે. રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, કચ્છ અને દીવમાં આગામી 3 કલાક દરમિયાન મધ્યમ વરસાદ રહી શકે છે.

આ પણ વાંચો :અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી; જૂલાઇમાં તો ઝલસા

Back to top button