ગુજરાતદક્ષિણ ગુજરાત

નવસારીમાં આભ ફાટ્યું ! 6 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

Text To Speech

રાજ્યમાં ચોમાસું બરોબર જામ્યું છે. મેઘરાજા ત્રીજા રાઉન્ડમાં પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે મેઘરાજાએ નવસારી શહેરને ઘમરોળ્યું છે. નવસારીમાં માત્ર 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદને કારણે અહીંથી ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર

પ્રાપ્ત વિગતો મુજબ નવસારી શહેરમાં બે કલાકમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી બરાઈ જતા અહીંથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીં કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં એક ઘટનામાં શાળાએથી પરત ફરતા બાળકોને લઈ જતા વાહનો અધવચ્ચે ખોટકાયા હતા જ્યારે બીજી ઘટનામાં દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા.

ગેસ એજન્સીના વેરહાઉસમાં મુકેલા ગેસના બાટલા તણાયા

નવાસરીમાંથી બીજી એક ઘટના સામે આવી છે. જેમાં એક ગેસ એજન્સીના વેરહાઉસમાં મુકેલા ગેસના બાટલા વરસાદના પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નદીનાળા છલકાતા વાહન વ્યવહાર ખોરવાયો 

ભારે વરસાદથી કાવેરી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. જ્યારે બીજી તરફ અહીં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તેમજ નદી નાળા છલકાતા અનેક નાના મોટા માર્ગો પર વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.

 આ પણ વાંચો : અમદાવાદના CTM બ્રિજ પર મહિલાને કચડનારને શોધવા પોસ્ટર મૂકી માંગી મદદ, આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ

Back to top button