ટ્રેન્ડિંગનેશનલ

દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ વણસી, તમિલનાડુમાં ભારે વરસાદના પગલે શાળાઓ બંધ

Text To Speech

ચેન્નઈ, 23 નવેમ્બર: દક્ષિણ ભારતના રાજ્યો કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન ખોરવાયું છે. સરકાર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડવામાં આવી રહ્યા છે.તમિલનાડુના આઠ જિલ્લાઓમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પુડુચેરીમાં પણ વરસાદનો કહેર યથાવત છે.

તમિલનાડુમાં ભારે વરસાદથી શાળાઓ બંધ

તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી લોકોને અસર થઈ છે. હવામાના વિભાગે રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. 23 નવેમ્બર ભારે વરસાદ વચ્ચે, તમિલનાડુના તિરુનેલવેલી, કન્યાકુમારી, થૂથુકુડી, તેનકાસી, વિરુથુનગર, પુધુકોટ્ટાઈ, નીલગીરી જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેરળમાં ભારે વરસાદના કારણે એલર્ટ

ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદના કારણે કેરળના પથનમથિટ્ટામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ 24 કલાકમાં 20 સેમીથી વધુના ભારેથી અતિ ભારે વરસાદને સૂચવે છે. મંત્રી કે. રાધાકૃષ્ણને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સબરીમાલા તીર્થયાત્રીઓની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ પૂર જેવી સ્થિતિ હોવાને કારણે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: પનોતી અને ખિસ્સાકાતરૂ જેવા નિવેદન આપવામાં રાહુલ ગાંધી ભરાયા, ચૂંટણી પંચે નોટિસ ફટકારી

Back to top button