Flipkart 48 ટકા શેર સાથે ઈ-કોમર્સ માર્કેટમાં આગળ, સૌથી ઝડપી વૃદ્ધિ કરતી કંપની કઈ?
HD ન્યૂઝ ડેસ્ક, 26 જાન્યુઆરી: વોલમાર્ટ ગ્રૂપની કંપની Flipkart 48 ટકા માર્કેટ શેર સાથે ઈ-કોમર્સ સેગમેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીજી તરફ, SoftBank સમર્થિત Meesho સૌથી ઝડપથી વિકસતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અલાયન્સ બર્નસ્ટીન દ્વારા તાજેતરના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં યુઝર બેઝના સંદર્ભમાં મીશો એ સૌથી ઝડપથી વિકસતું ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. રિપોર્ટ અનુસાર, ફ્લિપકાર્ટનો યુઝર બેઝ વાર્ષિક ધોરણે 21 ટકા વધ્યો છે, જ્યારે મીશોનો ગ્રોથ રેટ 32 ટકા અને એમેઝોનનો ગ્રોથ રેટ 13 ટકા રહ્યો છે.
ફ્લિપકાર્ટએ વર્ષ 2022-23માં સૌથી વધુ મોબાઈલ અને કપડા સેલ કર્યા
Flipkart નાણાકીય વર્ષ 2022-23માં 48 ટકા હિસ્સા સાથે માર્કેટમાં આગળ રહી છે. ફ્લિપકાર્ટમાં સૌથી વધુ વેચાતી વસ્તુઓમાં મોબાઈલ અને કપડા સૌથી આગળ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન સ્માર્ટફોન અને ઓનલાઈન ફેશન માર્કેટમાં ફ્લિપકાર્ટનો હિસ્સો અનુક્રમે 48 ટકા અને 60 ટકા હોવાનો અંદાજ છે.
સૌથી ઝડપી વૃદ્ધિ કરતી કંપની Meesho
ઈ-કોમર્સ માર્કેટમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરતી કંપનીમાં Meeshoનું નામ આગળ છે. મીશોનો ગ્રોથ રેટ 32 ટકા વધ્યો છે. મીશોના બજાર હિસ્સાની વૃદ્ધિ મુખ્યત્વે મધ્ય-સ્તર અને નાના શહેરો પરના તેના ધ્યાનને આભારી રહી છે. આ સિવાય મીશોને ઝીરો કમિશન મોડલના કારણે પણ વધુ મદદ મળી છે. અહેવાલમાં જણાવાયું છે કે મીશો પર લગભગ 80 ટકા વિક્રેતાઓ છૂટક દુકાનના માલિકો છે અને પ્લેટફોર્મ પરના લગભગ 95 ટકા ઉત્પાદનો નોન-બ્રાન્ડેડ છે. જેના કારણે મીશો પર વેચાતી પ્રોડક્ટ કોઈ પણ મધ્યમ વર્ગના લોકોને પોસાય અને જલદી પસંદ આવી જવાના કારણે કંપનીએ વૃદ્ધિ સૌથી ઝડપી કરી છે.
આ પણ વાંચો: LICને HDFC બેંકમાં 9.99% હિસ્સો ખરીદવા RBIની મળી મંજૂરી