ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Paytm પર સંકટ વચ્ચે Flipkartએ શરૂ કરી UPI સર્વિસ, આ રીતે થશે પેમેન્ટ

Text To Speech

બેંગલુરુ, 03 માર્ચ: જો તમે ઈ-કોમર્સ વેબસાઈટ Flipkartના કસ્ટમર છો અને ઑનલાઈન શોપિંગ કરો છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. ફ્લિપકાર્ટે તેના ભારતીય ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ હવે ભારતમાં તેની UPI સેવા શરૂ કરી છે. આનો અર્થ એ છે કે હવે તમે અન્ય UPI પદ્ધતિઓની જેમ ઑનલાઇન ચુકવણી માટે Flipkartનો ઉપયોગ કરી શકશો. ફ્લિપકાર્ટ UPI સેવા શરૂ થયા પછી, Google Pay, Paytm, PhonePe જેવા ઑનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મને મોટી ટક્કર મળી શકે છે. હવે જો તમે ક્યાંય પણ ઑનલાઈન પેમેન્ટ કરવા ઈચ્છો છો, તો તમે QR કોડ સ્કેન કરીને ફ્લિપકાર્ટ દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકશો. Flipkart UPI દ્વારા તમે વીજળી બિલ બિલ, મોબાઈલ રિચાર્જ વગેરેનું પેમેન્ટ કરી શકો છો.

Android અને iOS બંને પ્લેટફોર્મ માટે સર્વિસ લૉન્ચ કરાઈ

ફ્લિપકાર્ટની UPI સેવા એવા સમયે શરૂ થઈ છે જ્યારે ભારતમાં Paytm Payment Bank ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. એવું માનવામાં આવે છે કે Paytm પર જે સંકટ આવી ગયું છે, તેનો લાભ ફ્લિપકાર્ટની UPI સર્વિસનો ફાયદો મળી શકે છે. UPI સેવા શરૂ કરવા માટે ફ્લિપકાર્ટે એક્સિસ બેંક સાથે ભાગીદારી કરી છે. ફ્લિપકાર્ટે તેની UPI સેવા Android અને iOS બંને પ્લેટફોર્મ માટે શરૂ કરી છે.

જો તમે Flipkart UPI સેવાનો ઉપયોગ કરવા માંગો છો, તો તેના માટે તમારે Flipkartનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવું પડશે. જો તમારી પાસે ફ્લિપકાર્ટ એપ નથી તો તમે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. ચાલો જાણીએ કે તમે Flipkart UPIનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો…

આ રીતે Flipkart UPIનો ઉપયોગ કરો

  1. Flipkart UPIનો ઉપયોગ કરવા માટે, પહેલા એપ ખોલો.
  2. હવે તમને હોમ પેજમાં ‘Scan & Pay’ ઑપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
  3. નેકસ્ટ સ્ટેપમાં તમારે MY UPIના ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  4. હવે તમને તમારી બેંકનું નામ પસંદ કરવાનું કહેવામાં આવશે.
  5. હવે તમારે તમારી બેંક વિગતો ભરવાની રહેશે.
  6. વિગતો ભર્યા પછી, તમારા નંબર પર એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવશે, એકવાર વેરિફિકેશન થયા પછી, તમારું Flipkart UPI એક્ટિવેટ થઈ જશે.

આ પણ વાંચો: Paytm પેમેન્ટ્સ બેંકને મની લોન્ડરિંગ અંગે રૂ.5.49 કરોડનો દંડ ફટકારાયો

Back to top button