ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

Flipkartએ લોન્ચ કર્યું UPI પેમેન્ટ એપ, યુઝર્સને મળશે કેશબેક ઓફર

Text To Speech
  • ફ્લિપકાર્ટે લોન્ચ કર્યું પોતાનું UPI એપ
  • UPI એપનું કંપનીએ નામ Super.money રાખ્યું
  • એપમાં યુઝર્સને રિડીમ પોઈન્ટ્સની જગ્યાએ સીધા કેશબેક આપવાનો કંપનીએ કર્યો દાવો

HD ન્યૂઝ ડેસ્ક, 28 જૂન: ઈ-કોમર્સ સેગમેન્ટની દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટના ગ્રાહકો અને ચાહકો માટે સારા સમાચાર છે. કંપની તેના ગ્રાહકો માટે નવી આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરો લાવતી રહે છે. ફ્લિપકાર્ટે હવે એક નવી એપ લોન્ચ કરી છે. વાસ્તવમાં વોલમાર્ટની માલિકીની આ કંપનીએ પોતાની પેમેન્ટ એપ લોન્ચ કરી છે. ફ્લિપકાર્ટે તેની પેમેન્ટ એપનું નામ Super.money રાખ્યું છે.

લગભગ દોઢ વર્ષ પહેલા ફ્લિપકાર્ટે પોતાને ફોનપેથી અલગ કરી દીધું હતું. હવે કંપની પોતાની પેમેન્ટ એપ લઈને આવી છે. ફ્લિપકાર્ટની Super.money એપ હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. જો તમે તેનો ઉપયોગ કરવા માંગો છો તો તમે Google Play Store પરથી તેનું બીટા વર્ઝન ડાઉનલોડ કરી શકો છો.

કંપની ગ્રાહકોને આપશે કેશબેક ઓફર

હાલમાં ઘણા ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. એવું માનવામાં આવે છે કે યુઝર્સ ફ્લિપકાર્ટની સુપર મની એપ પર નવો અનુભવ મેળવી શકે છે. કંપનીએ કહ્યું કે યુઝર્સના ફીડબેક અનુસાર ભવિષ્યમાં આ પેમેન્ટ એપમાં પણ ફેરફાર કરવામાં આવશે. કંપની અનુસાર, સુપર મની સાથે પેમેન્ટ કરવા પર યુઝર્સને કેશબેક પણ ઓફર કરવામાં આવશે.

Super.money એપ્લિકેશન હાલમાં પરીક્ષણ તબક્કામાં ઉપલબ્ધ છે. હાલમાં તેને ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે બીટા વર્ઝનમાં જ લોન્ચ કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે Super.money પેમેન્ટ એપમાં યુઝર્સની સુવિધા અને તેમના ડેટાની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેથી, લોકો ચુકવણી માટે મુક્તપણે કાર્ડનો ઉપયોગ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે આ એપમાં યુઝર્સને રિડીમ પોઈન્ટ્સ અથવા કોઈન્સ જેવી બિનઉપયોગી ઓફર નહીં મળે, પરંતુ તેના બદલામાં યુઝર્સને ડાયરેક્ટ કેશબેક આપવામાં આવશે.

આ પણ વાંચો: જોરદાર સસ્તી ઓફર: મોનસૂન સેલ અહીં શરૂ થયો, 50% સુધી ડિસ્કાઉન્ટ

Back to top button