અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ અને વડોદરા એરપોર્ટથી 11 નવા રૂટ પર ફ્લાઈટો શરૂ કરાશે, જાણો ક્યાં નાનાં શહેરોને જોડવા સરકારે ટેન્ડર મંગાવ્યા

  • અમદાવાદથી 7 અને વડોદરાથી 4 હવાઈ સેવાઓ શરૂ કરવાની તૈયારી
  • વીજીએફ યોજના હેઠળ હેલિકોપ્ટર અને ફ્લાઈટ માટે ટેન્ડર ઈસ્યુ કરાયા
  • સપ્તાહમાં બે દિવસ ઉડ્ડયન ફરજિયાત

ગુજરાતના નાના શહેરોને અમદાવાદ અને વડોદરા એરપોર્ટથી હવાઈ સેવાથી જોડવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રિજનલ ક્નેક્ટિંગ સ્ક્રીમ હેઠળ સરકારે અમદાવાદ અને વડોદરા એરપોર્ટ પરથી 11 રૂટ પર નવી ફ્લાઈટો શરૂ કરવા ટેન્ડર મંગાવ્યા છે. ગુજરાતમમાં અનેક વખત નિષ્ફળ ગયેલી રાજ્યના શહેરોને જોડતી હવાઈ સેવા ફરી એકવાર શરૂ કરવા માટે સરકારના સિવિલ એવિયેશન વિભાગે તૈયારી કરી છે. જેના ભાગરૂપે અમદાવાદથી સાત અને વડોદરાથી હવાઈ સુવિધા શરૂ કરવાનું પ્રયોજન છે.

પેસેન્જરોને નવી સુવિધા મળશે
પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટમાં નવું એરપોર્ટ બની ગયા બાદ અમદાવાદથી પ્રથમ વખત નવા રૂટની ફ્લાઈટ શરૂ થવાથી પેસેન્જરોને નવી સુવિધા મળશે. ટુરિઝમના વિકાસ માટે અંબાજી અને એસઓયુ ખાતે એર સ્ટ્રીપ ન હોવાથી હેલિકોપ્ટર સેવા પૂરી પડાશે. નક્કી કરાયેલા રૂટ પર સેવા શરૂ કરનાર એરલાઈનને સરકાર વાયબેલિટી ફન્ડિંગ ગેપ પેટે પ્રતિ સેક્ટર સીટ દીઢ રૂ.5 હજાર સુધી ચૂકવશે. જે એરક્રાફ્ટની 50 ટકા સીટ જ માન્ય ગણાશે.

અમદાવાદથી ટૂ જેટ પોરબંદરની ફ્લાઈટ શરૂ કરાઈ
ઉલ્લેખનીય છે કે. થોડા સમય પહેલા અમદાવાદથી ટૂ જેટ પોરબંદરની ફ્લાઈટ શરૂ કરી હતી. જે બંધ કરવી પડી હતી. હાલમાં અમદાવાદથી ભુજની સ્ટાર એરની ફ્લાઈટ આરસીએસ હેઠળ ઓપરેટ થાય છે. વડોદરા એરપોર્ટ પરથી પણ પોરબંદર, ભુજ, કેશોદ, એમ ત્રણ સેક્ટર ફ્લાઈટષરૂ કરવા આગામી 2 સપ્ટેમ્બર સુધીમાં ટેન્ડર ભરી દેવાનું રહેશે. જ્યારે કેશોદ એરપોર્ટ બની ગયા બાદ છેલ્લા કેટલાય સમયથી બંધ છે.

આ પણ વાંચો : બિપોરજોયની અસર, અમદાવાદમાં મોડી રાતથી વરસાદ, રાજસ્થાનમાં રેડ એલર્ટ

અમદાવાદથી રાજકોટ વિમાનમાં જવામાં અઢી કલાક બચશે
અમદાવાદથી રાજકોટ લકઝરી બસ કે કારમાં 225 કિ.મી. બાયરોડ પાંચથી સાડા પાંચ કલાકનો સમય લાગે છે. પરંતુ વિમાન માર્ગે જવા એરપોર્ટ પર બે કલાક પહેલા પહોંચવું પડે. અને નાના જેટમાં 30 મિનિટ જ્યારે સિંગલ એન્જિનવાળા વિમાનમાં 40 મિનિટ જેટલો સમય લાગે છે. આમ વિમાન માર્ગે રાજકોટ પહોંચવામાં અઢી કલાકનો સમય બચશે.

અમદાવાદથી આ રૂટ પર ફ્લાઈટની સાથે હેલિકોર્ટ શરૂ કરાશે
કેશોદ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ જેવા વિવિ રૂટ પર ફ્લાઈટો તેમજ અંબાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટર સેવા પૂરી પાડવાની રહેશે.

નવા રૂટની ફલાઈટ અને હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે ટેન્ડર ઈસ્યુ
સિવિલ એવિયેશનના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યની વીજીએફ યોજના હેઠળ નવા રૂટની ફલાઈટ અને હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે ટેન્ડર ઈસ્યુ કરવામાં આવ્યા છે. જમાં જણાવવામાં આવ્યું છે કે, હવાઈ સુવિધ માટે કોઈપણ પ્રકારના એરક્રાફ્ટનો ઉપયોગ કરી શકાશે પરંતુ તે ડિજીવીસીએવના નિયમોનુસાર હોવું જરૂરી છે. પસંદ કરેલી બીડર ઓછામં ઓછા સપ્તાહમાં બે દિવસ રૂટ પર ફરજીયાત ઉડ્ડયન કરવાનું રહેશે.આ સેવામાં હેલિકોપ્ટર રૂટની જોગવાઈ કરવામાં આવી છે. જે અમદાવાદથી અંબાજી અને કેવડિયાની રહેશે. ગુજરાત સરકારે છેલ્લા 10 વર્ષમાં ચોથી વખત રાજ્યના શહેરો અને યાત્રાધામોને જોડતી એર સર્વિસ માટેપ્રયાસ કર્યો છે. જો કે, મોટા ઉપાડે અમદાવાદથી કેવડિયાની સી-પ્લેન સર્વિસ છેલ્લા અઢી વર્ષથી બંધ પડી છે. જેને શરૂ કરવા કોઈ એજન્સી આગળ આવતી નથી.

આ પણ વાંચો : અમદાવાદમાં લેન્ડિંગ દરમિયાન ઈન્ડિગો ફ્લાઈટને ટેલ સ્ટ્રાઈક, તમામ મુસાફરો સુરક્ષિત

Back to top button