ટ્રેન્ડિંગનેશનલ

મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટનું પાડોશી દેશમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

Text To Speech

નવી દિલ્હી, 13 જાન્યુઆરી: મુંબઈથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 5319 મુંબઈથી ગુવાહાટી જવાની હતી, પરંતુ ગુવાહાટીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ ત્યાં લેન્ડ થઈ શકી ન હતી અને તેને ઢાકા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ ફ્લાઈટના તમામ મુસાફરો પાસે પાસપોર્ટ નથી. આવી સ્થિતિમાં ઢાકા એરપોર્ટ પર ઉભેલા આ પ્લેનની અંદર તમામ મુસાફરો બેઠા છે.

મુંબઈ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સૂરજ સિંહ ઠાકુરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે કે તેમની ફ્લાઈટ જે મુંબઈથી ગુવાહાટી જઈ રહી હતી તે હવે ઢાકામાં લેન્ડ થઈ ગઈ છે. તેમણે આગળ લખ્યું કે હું મુંબઈથી ગુવાહાટી જવા માટે IndiGo6E ફ્લાઇટ નંબર 6E 5319માં સવાર હતા. પરંતુ ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટ ગુવાહાટીમાં લેન્ડ થઈ શકી ન હતી. તેમને ગુવાહાટીને બદલે ઢાકામાં ઉતારવામાં આવ્યા હતા.  આગળ લખ્યું કે આ પ્લેનમાં બેઠેલા કોઈપણ મુસાફરો પાસે પાસપોર્ટ નથી. અને તમામ પાસપોર્ટ વગર ઢાકા એરપોર્ટ પર છે.

તેમણે લખ્યું કે,  છેલ્લા 9 કલાકથી ફ્લાઈટની અંદર છીએ. મારે ઈમ્ફાલ જવાનું હતું જ્યાંથી હું ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા જઈ રહ્યો હતો. હવે જોઈએ કે હું ક્યારે ગુવાહાટી પહોંચું અને પછી ત્યાંથી ક્યારે ઈમ્ફાલ પહોંચી શકું.

આ પણ વાંચો: ઉડાન ભરતાંની સાથે જ વિમાનનો દરવાજો તૂટ્યો, ઈમરજન્સી લેન્ડિંગ, જૂઓ વીડિયો

Back to top button