શેરબજારમાં આજે ફ્લેટ ટ્રેડિંગ: સેન્સેક્સ નિફ્ટીમાં મામૂલી ઉછાળો


નવી દિલ્હી, 28 માર્ચ: 2025: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. BSE પર સેન્સેક્સ 25 પોઈન્ટના ઉછાળા સાથે 77,631.43 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.04 ટકાના વધારા સાથે 23,600.40 પર ખુલ્યો છે.
આજે શુક્રવારે 28 માર્ચે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 2.38%નો ઘટાડો થયો છે. NSE પર 50 શેરોમાંથી 26 શેરોમાં તેજી જોવા મળી રહી છે.
આજના ટ્રેડિંગ દરમિયાન, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક, અદાણી ગ્રીન એનર્જી, પીરામલ એન્ટરપ્રાઇઝ, રેમન્ડ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ, CESC, DCM શ્રીરામ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, હિલ્ટન મેટલ ફોર્જિંગ, ખેતાન કેમિકલ્સ, યુફ્લેક્સ અને બીઈએમએલના શેરો ફોકસમાં રહેશે.
આ પણ વાંચો…ઘરના રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેંટ્સની જરૂર પડશે? સમય પહેલાં રાખો તૈયાર