ટ્રેન્ડિંગવર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

વિદાય 2023 : વિરાટના રેકોર્ડથી લઈને વર્લ્ડ કપની હાર સુધીની સફર,જાણો એક કિલકમાં

હમ દેખેગેં ન્યૂઝ ડેસ્ક (અમદાવાદ) 27 ડિસેમ્બર: 2023: ક્રિકેટએ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોમાં તેનો ઉત્સાહ જોવા મળતો હોય છે. 2023એ ભારત ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર સાબિત થઇ ગઈ અને કેટલીક બાબતો ક્રિકેટપ્રેમીઓને રડાવી પણ ગઈ.તેમજ આ 2023માં ભારતીય ટીમના ખેલાડીઓએ કેટલાક રેકોર્ટ નોધાવ્યા છે.જેમાં વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોના નામ સામેલ છે. વર્લ્ડ કપ 2023ના રેકોર્ડ અને સિદ્ધિ વિશેની ચલો આ રોમાંચક સફર પર..

ભારતમાં યોજાયો આ વર્ષે WC2023

આ વર્ષ એટલે કે 2023એ ક્રિકેટ માટે ખુશી અને દુખીએ બંનેનો સંગમ થયો.જેમાં ભારતીય ટીમ આ વર્લ્ડ-કપમાં રોહિત શર્માની લિડરશિપમાં રમી હતી. જેમાં આ વર્લ્ડ કપ 5 ઓક્ટોમ્બર થી લઈને 19 નવેમ્બર એટલે કે 45 દિવસ કુલ 10 ટીમો વર્લ્ડ કપ ટ્રોફી માટે ખરાખરીનો જંગ જામ્યો હતો.

World Cup 2023-HDNEWS

આ વર્લ્ડ કપમાં બદલાયો બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ

વર્લ્ડ કપ 2023માં એક વિવાદિત નિયમને હટાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 2019માં યોજાનાર વર્લ્ડ કપમાં ફાઈનલ મેચનો નિર્ણય આ બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમના આધારે લેવામાં આવ્યો હતો. આ મેચમાં ફાઈનલ મેચમાં બે વાર સુપર કરવામાં આવી હતી પરંતુ આ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડએ બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમના આધારે મેચ જીતી લીધી હતી, ત્યાર બાદ આ 2023માં યોજાનાર વર્લ્ડ કપમાં બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમને બદલવામાં આવ્યો હતો.

ઇતિહાસમાં પહેલી વાર વર્લ્ડ-કપમાંથી બહાર વેસ્ટ ઈન્ડિઝ

ઇતિહાસમાં પહેલી વાર વર્લ્ડ-કપ 2023માંથી કેરેબિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ આ ટુર્નામેન્ટથી બહાર થઇ ગઈ હતી.જેવર્લ્ડ-કપ ઈતિહાસમાં પહેલી વાર બન્યું હતું. જેમાં વેસ્ટ ઈન્ડિઝે 1975 અને 1979 માં વર્લ્ડ-કપ જીત્યો હતો.જેમાં 1975માં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝે શાનદાર જીત મેળવી હતી. ત્યારબાદ 1979માં ઈંગ્લેન્ડ સામે 92 રન થી આ મેચ જીતી લીધી હતી.પરંતુ આ વર્લ્ડ-કપ 2023 માટે કોવોલીફાય પણ થઇ શક્યું ન હતું.

ઈતિહાસમાં પહેલી વાર વર્લ્ડ-કપની બધી મેચ ભારતમાં રમાઈ

આ વર્લ્ડ-કપમાં ભારતમાં બધી મેચનું આયોજન કરવામાં  આવ્યું હતું.ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલીવાર થયું,અગાઉ ભારતે 1987, 1996 અને 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપનું સંયુક્ત રીતે હોસ્ટ કર્યું હતું.

ડિજિટલ વ્યુઅરશિપના પણ તમામ રેકોર્ડ તૂટયા

આ 2023ના વર્લ્ડ કપના ડિજિટલ રાઈટ્સએ ડિઝની પ્લસ હોટ સ્ટાર પાસે હતા.જેમાં વર્લ્ડ કપ ફાઈનલ ભારત અને ઔસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર મેચમાં Disney+ Hotstarને સૌથી ડિજિટલ વ્યુઅરશિપએ વર્લ્ડ કપ ફાઇનલમાં 5.9 કરોડ દર્શકોએ આ મેચ જોઈ હતી.

Disney Plus Hotstar-humdekhengenews

સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવ્યા 12 લાખથી વધુ દર્શકો

આ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય દર્શકોએ પણ રેકોર્ડ બનાવ્યો હતો જેમાં આ ટૂર્નામેન્ટ દરમિયાન 12,50,307 લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ સાથે ODI વર્લ્ડ કપ 2023 અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ICC ટૂર્નામેન્ટ રહી છે ત્યાર બાદ સોશિયલ મીડિયામાં ICCએ દર્શકોનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો : Year Ender 2023: ફક્ત હાર્ટ એટેક નહીં, હ્રદયની આ બીમારીઓએ પણ કર્યા પરેશાન

2023 વર્લ્ડ કપની રોમાંચક મેચ

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં દર્શકોને ભરપુર રોમાંચક મેચ જોવા મળી હતી.આ મેચએ ધર્મશાળાના HPCA સ્ટેડીયમમાં ઓસ્ટ્રેલિયાએ 388 રન અને આ મેચમાં ન્યૂઝીલેન્ડએ 383 રન બનાવ્યા હતા જેમાં ઓસ્ટ્રેલિયા 5 રનથી જીત્યું હતું.આ મેચમાં કુલ 771 રન, 65 ચોગ્ગા, 32 છગ્ગા ફટકાર્યા હતા.

હાર્દિક પંડ્યાનો વિડીયો થયો વાઈરલ

આ વર્લ્ડ કપમાં 14મી ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 13મી ઓવર હાર્દિક પંડ્યાની ત્રીજા બોલ દરમિયાન ઈમામ ઉલ હક સ્ટ્રાઈક પર હતો. ત્યારે હાર્દિક બોલ હાથમાં લીધો અને તેની તરફ જોયું અને કંઈક બોલ્યો. હાર્દિક બોલને જોઈને કંઈક વાંચતો જોવા મળ્યો હતો. અને ત્યાર બાદ રનઅપ શરૂ કર્યું અને બોલ ફેંક્યો. જે બાદ ઈમામ ઉલ હક બોલને હીટ કરવાના પ્રયાસમાં કીપરને કેચ આપી બેઠો હતો. આવી સ્થિતિમાં ઇમામ 6 ચોગ્ગાની મદદથી 36 રન બનાવીને આઉટ થયો હતો. ઈમામ ઉલ હકને આઉટ કર્યા બાદ હાર્દિકે પાકિસ્તાની ખેલાડીને લઈને ખાસ પ્રતિક્રિયા પણ આપી હતી. તે તેમને બાય-બાય કહેતો જોવા મળ્યો હતો.

બે જ બોલમાં બન્યા 21 રન

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની જ્યારે બે લીગલ બોલ પર કુલ 21 રન બનાવ્યા. આ ઘટના ત્રીજી ઓવરમાં બની હતી. આ ઓવરમાં ડેવિડ વોર્નરે મેટ હેનરીના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી હેનરીએ નો-બોલ નાખ્યો જેના પર એક રન થયો. ત્યારબાદ હેડે ફ્રી-હિટ બોલ પર સિક્સર ફટકારી હતી, જોકે તે દરમિયાન પણ હેનરી ઓવરસ્ટેપ થઈ ગયો હતો.પછી હેનરીએ ફેંકેલા આગલા ફ્રી-હિટ બોલ પર હેડે પણ સિક્સર ફટકારી. એટલે કે બે લીગલ બોલ પર કુલ 21 રન બનાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ફાઈનલ દરમિયાન પેલેસ્ટાઇનના સમર્થકે મેદાનમાં જઈ કોહલીને ગળે લગાવવાનો કર્યો પ્રયાસ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન સુરક્ષા ચૂક સામે આવી હતી આ મેચ દરમિયાન પેલેસ્ટાઇનના સમર્થકે સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં અંદર જઈને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને ગળે લાગવાની કોશિશ કરી હતી.આ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી

વર્લ્ડ કપ દરમિયાન સચિને પોતાની છેલ્લી વન-ડે જર્સી કોહલીને આપી

ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચ પહેલા સચિન તેંડુલકરે તેની છેલ્લી વન-ડે મેચમાં પહેરેલી જર્સી વિરાટ કોહલીને આપી હતી તેમાં સહી કરીને તેમજ જર્સીની સાથે સચિને વિરાટને એક પત્ર પણ આપ્યો, જેમાં લખ્યું- વિરાટ, તમે અમને ગૌરવ અપાવ્યું છે. સચિને છેલ્લી વનડે મેચ 18 માર્ચ 2012ના રોજ પાકિસ્તાન સામે રમી હતી જેમાં વિરાટે 183 રન અને સચિને 52 રન બનાવ્યા હતા.

World Cup-humdekhengenews

સૌથી ઝડપી સદી

આ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીએ ગ્લેન મેક્સવેલએ 40 બોલમાં નેધરલેન્ડ સામે ફટકારી હતી તેમજ ભારત માટે રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે 63 બોલમાં તેમજ કેએલ રાહુલે 12 નવેમ્બરે નેધરલેન્ડ્સ સામે 62 બોલમાં સદી ફટકારી હતી.

મેક્સવેલની તોફાની બેવડી સદી

વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચએ સૌ દર્શકો આ મેચ ભૂલ્યા નહી હોય આ મેચમાં મેક્સવેલે ઈજા બાદ લંગડાતા બેવડી સદી ફટકારી હતી.મેક્સવેલે કેપ્ટન પેટ કમિન્સ સાથે મળીને 8મી વિકેટ માટે 170 બોલમાં 202 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ ઇનિંગ દરમિયાન મેક્સવેલે પીઠના દુખાવાની ફરિયાદ પણ કરી હતી. હેમસ્ટ્રિંગમાં પણ ગંભીર ઈજા થઈ હતી. પરંતુ મેક્સવેલે આખી મેચ લંગડાવીને રમી હતી. તે મેદાનની બહાર ગયો ન હતો. તેણે પોતાની ટીમને મજબૂત જીત તરફ દોરી અને તેમને સેમિફાઇનલમાં પહોચાડી હતી. આ તોફાની ઇનિંગ્સ રમીને અફઘાનિસ્તાનના જડબામાંથી જીત છીનવી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન અને વન-ડેમાં સૌથી વધુ સદી વિરાટના નામે

વર્લ્ડ કપ દરમ્યાન વિરાટ કોહલીએ 11 મેચમાં 765 રન સાથે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન તેમજ ODI કારકિર્દીમાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને તોડીને વિરાટે 50મી સદી પુરી કરી હતી.

આ પણ વાંચો : વિદાય 2023: સુપ્રીમ કોર્ટના આ વર્ષના ઐતિહાસિક ચુકાદા જેણે સૌનું ધ્યાન ખેંચ્યું

વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 વિકેટ તેમજ વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ દરમ્યાન 7 મેચોમાં ભારત તરફથી વર્લ્ડ કપની સૌથી વધુ 24 વિકેટ મેળવી હતી . તેમજ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 3 સદીની મદદથી 428 રન બનાવ્યા હતા.જેમાં 2015માં અફઘાનિસ્તાન સામે 417 રનનો રેકોર્ડ તોડ્યો હતો.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર તેમજ વર્લ્ડ કપની સૌથી મોટી જીત

રોહિત શર્માએ 11 મેચમાં 31 સિક્સર સાથે સિક્સર કિંગ બન્યો હતો આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલએ 26 સિક્સર ફટકારી હતી.વર્લ્ડ કપમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમે નેધરલેન્ડ્સને માત્ર 90 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 399 રન બનાવ્યા હતા આમ 309 રનથી સૌથી મોટી જીત મેળવી હતી.

વર્લ્ડ કપમાં સૌથી વધુ ખર્ચાળ બોલર તેમજ શુભમનના નામે સૌથી ઝડપી 2000 રન

પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફે ટુર્નામેન્ટની 9 મેચમાં 533 રન આપ્યા હતા. તેમજ નેધરલેન્ડ્સના ફાસ્ટ બોલર બાસ ડી લીડે ઓસ્ટ્રેલિયા સામે 10 ઓવરમાં 2 વિકેટે 115 રન આપ્યા હતા. આ બાદ ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા હતા.

ઔસ્ટ્રેલીયાએ જીતી ટ્રોફી

વર્લ્ડ-કપ 2023 ના 45 દિવસના રોમાંચક અંને મનોરંજનથી ભરપુર આ વર્લ્ડ-કપના ફાઈનલ મેચમાં ઔસ્ટ્રેલીયાએ ભારતને માર્નસ લાબુશેનની અડધી સદી અને ટ્રેવિસ હેડની સદીની મદદથી ઔસ્ટ્રેલીયા છઠ્ઠી વખત જીત્યો વર્લ્ડકપમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.આ મેચમાં જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારતે ઔસ્ટ્રેલીયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેમાં ઔસ્ટ્રેલીયાએ આ મેચ 6 વિકેટથી જીતી લીધી  હતી.

આ પણ વાંચો : શું છે રેસિંગ કારનું રહસ્ય, સેકન્ડોમાં જ કેવી રીતે સુપર હાઇસ્પીડ સુધી પહોંચે છે ?

Back to top button