ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

FlashBack 2022: આ વર્ષે અંતરિક્ષમાં જોવા મળી અનોખી ઘટનાઓ

બ્રહ્માંડમાં અનેક રહસ્યો છુપાયેલા છે. વિજ્ઞાન અને ગણિતની આંખોથી વૈજ્ઞાનિકો હંમેશા રહસ્યો પરથી પરદો ઉઠાવવાની કોશિશમાં લાગેલા રહે છે. દર વર્ષે અંતરિક્ષ સાથે જોડાયેલી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. વૈજ્ઞાનિકો બ્રહ્માંડને સમજવા માટે કેટલાય પ્રયોગો કરતા રહે છે. 2022માં અંતરિક્ષ સાથે જોડાયેલી અનેક ઘટનાઓ ખુબ જ ચર્ચામાં રહી.

FlashBack 2022: આ વર્ષે અંતરિક્ષમાં જોવા મળી અનોખી ઘટનાઓ hum dekhenge news

ડાર્ટ મિશન

વર્ષ 2022માં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ઇતિહાસમાં પહેલીવાર કોઇ પ્લેનેટરી ડિફેન્સ ટેસ્ટ એટલે કે ડાર્ટ મિશનને પુરુ કરવામાં સફળતા મેળવી છે. જો ભવિષ્યમાં ધરતી પર કોઇ પણ પ્રકારના એસ્ટેરોઇડનો હુમલો થવાની શક્યતા હોય તો આ ટેકનીકથી ધરતીને તબાહીમાંથી રોકી શકાય છે. ભવિષ્યમાં ધરતીને સૌથી વધુ ખતરો એસ્ટેરોઇડથી છે. ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગનો ખતરો છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે લીધી અનોખી તસવીર

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે વર્ષ 2022માં બ્રહ્માંડની નવી તસવીરો લીધી. નાસાએ આ તસવીરો જારી કરી જેને જોઇને લોકો હેરાન રહી ગયા. જેમ્સ વેબ ટેલિસ્કોપે કેટલાય ગેલેક્સીઓના એક સમુહની તસવીર લીધી હતી જેમાં બ્રહ્માંડની ઘણી જાણકારી, ડીટેલ્સ છે. આ તસવીરોમાં ઘણી ગેલેક્સી એક સાથે જોવા મળે છે. તેમાં જુની, દુર રહેલી અને ધુંધળી ગેલેક્સી પણ સામેલ છે. આ તસવીરમાં બિગ બેંગ પછી બનનારી ગેલેક્સી પણ દેખાય છે.

નાસાએ જારી કર્યો બ્લેક હોલનો અવાજ

વર્ષોથી વૈજ્ઞાનિકો બ્રહ્માંડના રહસ્યને જાણવાની કોશિશ કરી રહ્યા છે. આ માટે તેઓ ઘણી શોધ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પહેલો બ્લેક હોલનો અવાજ જારી કર્યો છે. 250 મિલિયન પ્રકાશવર્ષ દુર સ્થિત બ્લેક હોલની અંદર ગેસ અને પ્લાઝમાના માધ્યમથી વધનારા વાસ્તવિક ધ્વનિ તરંગોની શોધ કરાઇ છે.

FlashBack 2022: આ વર્ષે અંતરિક્ષમાં જોવા મળી અનોખી ઘટનાઓ hum dekhenge news

આકાશમાં દેખાયો અદભુત નજારો

વર્ષ 2022માં આકાશમાં અદભુત નજારો જોવા મળ્યો. સૌર મંડળના ગ્રહ એક લાઇનમાં જોવા મળ્યા. શનિ,મંગળ, શુક્ર અને બૃહસ્પતિ એપ્રિલ મહિનામાં એક સીધી લાઇનમાં જોવા મળ્યા હતા. આ અદ્ભુત નજારો ત્યારે જોવા મળે છે જ્યારે સૌર મંડળના ગ્રહોની કક્ષાઓ ધરતીથી દેખાતા આકાશના ક્ષેત્રમાં આવે છે. કેટલીયે વાર ધરતીથી વધુ દુર સ્થિત ગ્રહ પણ જોઇ શકાય છે.

Back to top button