ટ્રેન્ડિંગયુટિલીટી

FlashBack 2022: આ વર્ષે સૌથી વધુ થયુ આ કારનું વેચાણ

કોવિડથી પ્રભાવિત બે વર્ષ બાદ, 2022નું વર્ષ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે સારુ રહ્યુ. વેચાણ ધીમે ધીમે પણ એકધારુ કોવિડના પહેલાના સ્તર સુધી વધ્યુ. સપ્લાય ચેનના મુદ્દાઓ જેવા પડકારો હજુ સંપુર્ણ રીતે હલ થયા નથી, પરંતુ ઓટોમોબાઇલ સેક્ટરને આશા છે કે વર્ષ 2023 2022 કરતા વધુ સારુ રહેશે. ભારતીય ઓટો ઉદ્યોગે ગયા મહિને ઇતિહાસમાં સૌથી વધુ વેચાણ નોંધાવ્યુ. જેમાં દર વર્ષે 26 ટકાનો વધારો થાય છે. જોકે ઓક્ટોબરના તહેવારના મહિનામાં વેચાણમાં 28 ટકાનો વધારો થયો.

FlashBack 2022: આ વર્ષે સૌથી વધુ થયુ આ કારનું વેચાણ  hum dekhenge news

સૌથી વધુ વેચાનાર હેચબેક

હેચબેકે દેશના સૌથી ફેવરિટ બોડી ટાઇપ વાહનના રૂપમાં પોતાની પોઝિશન SUVના હાથે ગુમાવી દીધી છે, પરંતુ સૌથી વધુ વેચાનારી કારના રૂપમાં કેટલીક ગાડીઓ હજુ પણ સામેલ છે. Maruti Suzuki WagonR ન માત્ર હેચબેક સેગમેન્ટમાં ટોપ પર રહી, પરંતુ આ વર્ષે ભારતની સૌથી વધુ વેચાનારી કાર પણ રહી. જાન્યુઆરીથી નવેમ્બર સુધી મારુતિ સુઝુકીએ વેગનઆરના 2,07,136 યુનિટ વેચ્યા. સ્વિફ્ટ કે બલેનો જેવી અન્ય કાર પર સ્પષ્ટ બઢતની સાથે ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીની વેગનઆર વર્ષના અંતમાં વેચાણ ચાર્ટમાં ટોપ પર રહેવાની શક્યતાઓ છે.

FlashBack 2022: આ વર્ષે સૌથી વધુ થયુ આ કારનું વેચાણ  hum dekhenge news

સૌથી વધુ વેચાનારી સેડાન

ભારતીય બજારમાં કોમ્પેક્ટ અને સબ-કોમ્પેક્ટ એસયુવીની લોકપ્રિયતાની સાથે સેડાન કારનો જાદુ ઘટી ચુક્યો છે. છેલ્લા થોડાક વર્ષોમાં તે વેચાણ ચાર્ટ પર નીચે સરકી ચુકી છે. જોકે કેટલાય કાર નિર્માતા નવા અને હાઇ-ટેક મોડલ સાથે સેગમેન્ટને પુર્નજિવિત કરવાની કોશિશમાં લાગેલા છે. જોકે આ સેગમેન્ટમાં એક સેડાન ટકેલી છે. Maruti Suzuki Dzireની નિરંતરતા અભ્યાસનો વિષય છે. મારુતિએ છેલ્લા છ વર્ષમાં આ કારનુ કોઇ અપગ્રેડ વર્ઝન રજુ કર્યુ નથી. છતાં પણ તેની લોકપ્રિયતા જળવાયેલી છે. મારુતિ ડિઝાયરે 2022માં 1,47,922 યુનિટ વેચ્યા.

FlashBack 2022: આ વર્ષે સૌથી વધુ થયુ આ કારનું વેચાણ  hum dekhenge news

સૌથી વધુ વેચાનાર SUV

SUVના દબદબાનુ વર્ષ Tata Motorsની સૌથી કોમ્પેક્ટ Tata Nexonના નામે રહ્યુ. આઇસીઇ અને ઇલેક્ટ્રિક વાહન અવતાર બંનેમા ઉપલબ્ધ નેક્સન આ વર્ષે ટાટા માટે સૌથી મોટી સફળતાની કહાની રહી. ગયા મહિના સુધી ટાટાએ EV સહિત Nexonના 1,56,225 યુનિટ્સ વેચ્યા. ટાટા મોટર્સે આ વર્ષે જેટલી એસયુવી વેચી તેમાં લગભગ અડધુ યોગદાન Nexonનું રહ્યુ.

FlashBack 2022: આ વર્ષે સૌથી વધુ થયુ આ કારનું વેચાણ  hum dekhenge news

સૌથી વધુ વેચાનાર MPV

મલ્ટી પર્પઝ વ્હીકલ એટલે કે MPV હંમેશા મોટા પરિવારો કે કેબ ઓપરેટરોની પસંદગીની કાર રહી છે. 2020 એ વર્ષ હતુ જ્યારે બધી જ વસ્તુઓ સારા માટે બદલાવા લાગી હતા. કોવિડ બાદ ભારતીયોએ સંક્રમણથી બચવા માટે યાત્રાના પસંદગીના સાધનોના રૂપમાં રેલવે કે ફ્લાઇટના બદલે કારની પસંદગી કરી. આ કારણે દેશમાં MPVની સંખ્યા વધતી ચાલી. દેશમાં તેનું વેચાણ કુદકેને ભુસકે વધ્યુ. આ વર્ષે મારુતિ સુઝુકીએ નવી પેઢીની Maruti Suzuki Ertiga લોન્ચ કરી. એ ગ્રાહકોમાં હિટ બની ગઇ છે, તેથી અન્ય બ્રાન્ડ હવે ગ્રાહકોને આકર્ષવા માટે એસયુવી સ્ટાઇલવાળા એમપીવી લોન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. Maruti Suzuki Ertiga MPVના 1,21,611 યુનિટ્સ વેચ્યા. તે ભારતમાં Renault Triber, Kia Carensની આગળ નીકળી ગઇ.

Back to top button