FlashBack 2022: આ સ્ટાર્સ બંધાયા લગ્નના તાંતણે
વર્ષ 2022માં અનેક સેલિબ્રીટીઝ લગ્નના તાંતણે બંધાયા. તેમાંથી સૌથી ઝડપી ગણાતા લગ્ન આલિયા ભટ્ટ અને રણબીર કપુરના રહ્યા. કેમકે આ બંનેએ બહુ ટુંક સમયમાં જ લગ્નનો નિર્ણય કર્યો અને તેના સાત મહિના બાદ પેરેન્ટ્સ પણ બની ગયા. કેટલાકના લગ્નમાં સાદગી જોવા મળી તો કેટલાક સ્ટાર્સે ધામધુમથી લગ્ન કર્યા. ઘણા સેલિબ્રિટીઝ લોંગ ટાઇમથી રિલેશનશીપમાં હતા. જુઓ આ વર્ષમાં કોણ કોણ બંધાયુ લગ્નના તાંતણે…
મૌની રોય અને સૂરજ નામ્બિયાર
27 જાન્યુઆરીએ અભિનેત્રી મૌની રોયે દુબઈમાં રહેતા તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા. આ કપલ 2019થી એકબીજાની સાથે ડેટિંગ કરી રહ્યુ હતુ. સગાઈ સેરેમની બાદ બંનેએ હિલ્ટન ગોવા રિસોર્ટમાં લગ્ન કરી લીધા હતા.
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 2018માં ડેટિંગ શરૂ કર્યુ હતુ. ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ બંનેએ પોતાના લગ્નની જાહેરાત કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા. 19 ફેબ્રુઆરીના રોજ, દંપતીએ તેમના નજીકના લોકોની હાજરીમાં સગાઈ અને પછી ખંડાલામાં ફરહાનના ફાર્મહાઉસમાં લગ્ન કરી લીધા.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. રણબીર-આલિયાના લગ્ન બોલિવૂડના સૌથી વધુ રાહ જોવાઈ રહેલા લગ્નોમાંથી એક હતા. આ કપલ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યું હતું. મહિનાઓની અટકળો અને મીડિયા કવરેજ બાદ આ સ્ટાર કપલે લગ્ન કરી લીધા. 6ઠ્ઠી નવેમ્બરે આલિયાએ એક સુંદર પુત્રી રાહાને જન્મ આપ્યો છે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ
રિચા ચઢ્ઢા અને અલી ફઝલે આ વર્ષે ત્રણ અલગ-અલગ રાજ્યો-મુંબઈ, લખનૌ અને દિલ્હીમાં વેડિંગ ફંક્શન અને રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જોકે બંનેએ 2.5 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. તેમના પ્રવક્તાએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે આ દંપતીના લગ્નને અઢી વર્ષ થયા છે, તેમ છતાં તેઓએ 2022 માં તેમના લગ્નની ઉજવણી કરી હતી.
હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયા
4 ડિસેમ્બરે હંસિકા મોટવાણીએ બોયફ્રેન્ડ-બિઝનેસમેન સોહેલ કથુરિયા સાથે જયપુરના મુંડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા. આ કપલની સગાઈ, મહેંદી, સંગીતથી લઈને લગ્ન સુધીના ઘણા ફંક્શન થયા હતાં. બંનેના લગ્નની રોયલ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.
નયનતારા અને વિગ્નેશ શિવન
નયનતારા અને વિગ્નેશ શિવને 9 જૂન 2022 એ ચેન્નાઈમાં લગ્ન કર્યા હતા. આ લગ્નને નેટફ્લિક્સ દ્વારા કવર પણ કરવામાં આવ્યા હતા. આ ડોક્યુમેન્ટરીનું નામ બિયોન્ડ ધ ફેરીટેલ છે.
શીતલ ઠાકુર અને વિક્રાંત મેસી
વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે 14 ફેબ્રુઆરી 2022એ હિમાચલ પ્રદેશમાં લગ્ન કર્યા હતા. વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે લગભગ સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા હતા. તેઓ બ્રોકન બટ બ્યુટીફુલ 1 ના સેટ પર મળ્યા હતા