ટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

FlashBack 2022: ભારતમાં EVની ‘ગાડી’ દોડી, રેકોર્ડબ્રેક વેચાણ

Text To Speech

ભારતમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ (EV) ધીમે ધીમે, પરંતુ નિશ્વિત રીતે દર વર્ષે વધતા વેચાણની સાથે મુખ્યધારાનો એક ભાગ બનવા જઇ રહ્યા છે. 2022 ભારતમાં EVના વેચાણની બાબતમાં ઐતિહાસિક વર્ષ રહ્યુ. 2021માં થયેલા વેચાણના લક્ષ્યને પણ 2022 પાર કરી ગયું. આ વર્ષે એપ્રિલથી ભારતીયોએ ટુ વ્હિલર, ફોર વ્હીલર સહિત ચાર લાખથી વધુ EV ખરીદ્યા. આ કારણે દેશમાં EVના વેચાણમાં જબરજસ્ત વધારો થયો.

આ વર્ષે 9 ડિસેમ્બર સુધી ભારતમાં લગભગ 4.43 લાખ ઇલેક્ટ્રિકલ વ્હીકલ વેચાઇ ચુક્યા છે. 2020 અને 2021ના કોવિડથી ત્રસ્ત સમય દરમિયાન દેશમાં વેચવામાં આવેલા 48,179 EVના આંકડા કરતા તે બિલકુલ ઉલટા છે. તે 2021-22ના નાણાંકીય વર્ષ કરતા પણ ઘણા વધુ આંકડા છે. ત્યારે દેશમાં લગભગ 2.38 લાખ EV વેચાયા હતા. EVના વેચાણની બાબતમાં ઓક્ટોબર મહિનો સૌથી સારો રહ્યો. જેમાં માત્ર તહેવારના મહિના દરમિયાન 1 લાખથી વધુ EV વેચાયા. કમસે કમ ત્રણ મહિના બચ્યા હોવાની સાથે EV બિઝનેસ લગભગ છ લાખ સુધીનું લક્ષ્ય પાર કરી લેશે તેવી આશા છે. જો આમ થશે તો આ 60 ટકાનો આશ્વર્યજનક વધારો હશે.

હેવી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર મહેન્દ્રનાથ પાંડેએ તાજેતરમાં લોકસભાને સુચિત કરી હતી કે કેન્દ્રએ ભારતમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ યોજનાના બીજા તબક્કાને લાગુ કર્યો છે. તે ઇન્સેન્ટિવ દ્વારા દેશભરમાં EVને ઝડપથી અપનાવવામાં મદદ કરશે.

FlashBack 2022: ભારતમાં EVની માંગમાં રેકોર્ડબ્રેક વધારો hum dekhenge news

ટાટા મોટર્સ ભારતના પ્રમુખ ઇલેક્ટ્રિક વાહન નિર્માતાઓમાંથી એક છે, જે 90 ટકા બજાર ભાગીદારી સાથે EV ફોર વ્હીલર સેગમેન્ટની લીડર છે. આ કાર નિર્માતાએ આ વર્ષે અત્યાર સુધીમાં 36000થી વધુ ઇલેક્ટ્રિક કારનું વેચાણ કર્યુ છે. તેનું લક્ષ્ય 2022-23 સુધી 50,000 EVનું લક્ષ્ય પુરૂ કરવાનું છે. તેની લેટેસ્ટ ઇલેક્ટ્રિક કાર, ટિયાગો ઇવી તેના લોન્ચના છ અઠવાડિયા પહેલા 20,000થી વધુનું બુકિંગ મેળવી ચુકી છે.

ઓલા ઇલેક્ટ્રિક આ વખતે ટુ-વ્હીલર સેગમેન્ટમાં સૌથી વધુ ફાયદામાં રહ્યુ. ટુ વ્હીલરમાં અત્યારે તેનો દબદબો ટાટા મોટર્સ જેવો જ કહી શકાય. કંપનીનો દાવો છે કે તેણે આ વર્ષે એપ્રિલથી નવેમ્બરની વચ્ચે 90,000થી વધુ યુનિટ્સની ડિલીવરી કરી છે.

Back to top button