- પોરબંદર, કેશોદ, મહુવામાં 15 ડિગ્રી તાપમાન
- પૂર્વ તરફથી આવતા પવનના કારણે ભેજ આવશે
- જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન
રાજ્યમાં ઠંડી વધી છે. જેમાં નલિયામાં 9 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસામાં 14 ડિગ્રી તાપમાન છે. તથા અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી ઊંચકાઈ શકે છે.
પોરબંદર, કેશોદ, મહુવામાં 15 ડિગ્રી તાપમાન
પોરબંદર, કેશોદ, મહુવામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમાં વડોદરા, દમણ અને વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિગ્રી સાથે સુરત અને વલસાડમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં ભર શિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ હોવાથી ઠંડી ઘટી રહી છે.
પૂર્વ તરફથી આવતા પવનના કારણે ભેજ આવશે
પૂર્વ તરફથી આવતા પવનના કારણે ભેજ આવશે. જેની સાથે જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજ્યના ઘણાં શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. જેના કારણે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે તાપમાન સામાન્ય રહેશે. જેની સાથે જ ઠંડકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભર શિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે. આ સાથે જ 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી ઊંચકાઈ શકે છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે.
જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન
રાજ્ય આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જેમાં જાન્યુઆરીના પ્રારંભ સાથે ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે.