ટ્રેન્ડિંગમનોરંજનયુટિલીટી

Flash Back 2022 : સાઉથની એ ફિલ્મો જેણે આ વર્ષે બોક્સઓફિસ પર તોડી બોલિવુડની કમર !

વર્ષ 2022 માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હમ દેખેંગેની ટીમ આપને આ વર્ષની કેટલીક યાદગાર પળો યાદ અપાવા જઈ રહી છે અને આજે આપણે આજે વાત કરીએ છીએ આ વર્ષે સુપરહીટ રહેલી સાઉથ ઈન્ડિયન ફિલ્મો વિશે જેણે આ વર્ષે બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ તોડ્યા છે અને તેનું હરિફ બોલિવુડની કમર તોડી નાખી છે. ચાલો તો આજે અમે તમને જણાવીએ કે આ વર્ષે સાઉથની આ ફિલ્મોએ ધાકડ કમાણી કરી બોલિવુડની ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

આ પણ વાંચો : 2022માં આ અભિનેત્રીઓ બની માતાઃ આંગણામાં ગુંજી કિલકારી

1. KGF Chepter 2

આ લિસ્ટમાં સૌથી ઉપર કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2નું નામ છે. જેણે એકલા હિન્દી બોક્સ ઓફિસ પરથી 434 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એપ્રિલ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ KGF 2 આ વર્ષે સાઉથની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 100 કરોડના બજેટની આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1250 કરોડની કમાણી કરી છે.

KGF 2 - Hum Dekhenge News
KGF 2

2. આરઆરઆર (RRR)

આ યાદીમાં બીજા નંબર પર સુપરસ્ટાર ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનું નામ છે. આ ફિલ્મ આ વર્ષે માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી. રામ ચરન અને જુનિયર એનટીઆરની આ ફિલ્મે રિલીઝ થયા બાદ એકલા હિન્દી બોક્સ ઓફિસ પરથી 274 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 550 કરોડના બજેટની આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1144 કરોડની કમાણી કરી છે.

RRR - Hum Dekhenge News
RRR

3. કંતારા (Kantara)

કન્નડ સિનેમાની બીજી સૌથી મોટી રિલીઝ થયેલી ફિલ્મ કંતારાએ પણ બોલિવૂડને હચમચાવી નાખ્યું હતું. કંતારાએ માત્ર હિન્દી બોક્સ ઓફિસ પરથી જ 79 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે આ ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઋષભ શેટ્ટીની આ ફિલ્મને દરેક સિનેમાચાહકોએ આવકારી હતી.

Kantara - Hum Dekhenge News
Kantara

4. પોન્નીયિન સેલ્વન 1 (Ponniyin Selvan)

મણિરત્નમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પોન્નીયિન સેલવાનને થિયેટરમાં બમ્પર કમાણી કરી હતી. તે સાઉથ સિનેમાની વર્ષ 2022 ની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની  હતી. આ તમિલ ફિલ્મને દેશભરના દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. મણિરત્નમની આ ફિલ્મે પણ 500 કરોડની કમાણી કરી હતી.

PS 1 - Hum Dekhenge News
PS 1

5. વિક્રમ(Vikram)

કમલ હાસન સ્ટારર અને ડાયરેક્ટર લોકેશ કનાગરાજની ફિલ્મ વિક્રમે પણ વર્ષ 2022માં ઘણો ધમાલ મચાવ્યો હતો. આ ફિલ્મની જોરદાર ચર્ચા થઈ હતી અને ચાહકોને આ ફિલ્મની ખુબ પ્રશંસા કરી હતી. જૂન મહિનામાં રિલીઝ થયેલી આ ફિલ્મે 450 કરોડની કમાણી કરી હતી.

Vikram - Hum Dekhenge News
Vikram

આ પણ વાંચો : Flash Back 2022 : આ વર્ષે આ મહાન ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

6. કાર્તિકેય 2 (Karthikeya 2)

 તેલુગુ ફિલ્મ ઉદ્યોગની કાર્તિકેય 2 એ પણ હિન્દી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે એકલા હિન્દી બોક્સ ઓફિસ પરથી 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઓગસ્ટમાં રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર 30 કરોડમાં બની હતી અને 120 કરોડની કમાણી કરી હતી.

Karthikeya 2 - Hum Dekhenge News
Karthikeya 2

7. સીતા રામમ (Sita Ramam)

મલયાલમ સુપરસ્ટાર દુલકર સલમાનની ફિલ્મ સીતા રામમે પણ આ વર્ષે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. સાઉથ સિનેમાની આ પાન ઈન્ડિયા ફિલ્મ દર્શકોની માંગ બાદ હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી હતી. ડાયરેક્ટર હનુ રાઘવપુડીની આ ફિલ્મે વર્લ્ડવાઈડ 91 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

Sita Ramam - Hum Dekhenge News
Sita Ramam

8. વલીમૈ (Valimai)

તમિલ સુપરસ્ટાર અજિથ કુમારની ફિલ્મ વલીમૈએ પણ ભારે ધૂમ મચાવી હતી. આ ફિલ્મે દર્શકોનું જોરદાર મનોરંજન કર્યું હતું. આ ફિલ્મની ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ પ્રશંસા થઈ હતી.

Valimai - Hum Dekhenge News
Valimai

9. વિક્રાંત રોણા (Vikrant Rona)

કિચ્ચા સુદીપ સ્ટારર વિક્રાંત રોનાએ પણ ગયા વર્ષે દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ બાદમાં દર્શકો દ્વારા OTT પર જોવામાં આવી હતી અને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.જુલાઈમા રિલીઝ થયેલી આ ફિલ્મે 101 કરોડની કમાણી કરી હતી.

Vikrant Rona - Hum Dekhenge News
Vikrant Rona

10. યશોદા (Yashoda)

આ વર્ષે રિલીઝ થયેલી સામંથા રૂથ પ્રભુની એક્શન ડ્રામા યશોદા પણ થિયેટરોમાં મોટી હિટ સાબિત થઈ. આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ હતી. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

Yashoda - Hum Dekhenge News
Yashoda
Back to top button