ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Flash Back 2022: એવું લાગ્યુ વૈજ્ઞાનિકોએ ભગવાનને પડકાર્યા

Text To Speech

વર્ષ 2022 સાયન્સની દ્રષ્ટિએ અદભુત રહ્યુ. આમ તો વિજ્ઞાનના દરેક સમાચાર મોટા હોય છે. દરેક પ્રયોગ નવો હોય છે. ઇનોવેશન સમાજને કંઇક આપીને જાય છે. આ વર્ષમાં વૈજ્ઞાનિકોએ અદ્ભુત શોધો કરી. અનેક એવા સમાચાર જેણે સૌને ચોંકાવી દીધા. તેમાંના એક સમાચાર હતા સિન્થેટિક ભ્રુણના.

હવે સિન્થેટિક ભ્રુણ બનશે

શું હવે સિન્થેટીક બાળકો જન્મશે? આખરે શા માટે સિન્થેટિક ભ્રુણ બનાવવાની જરૂર પડી? એક બાયોટેક કંપનીએ કહ્યુ કે તે હવે માણસોના ભ્રૃણને સિન્થેટિક રીતે વિકસાવશે. ભવિષ્યમાં બાળકોના જન્મ માટે ન તો ફીમેલ એગ્સની જરૂર પડશે, ન તો મેલ સ્પર્મની. મતલબ કે હવે માણસોનું ભવિષ્ય નકલી બનશે.

વર્ષ 2022માં સાયન્સમાં બની અદ્ભુત ઘટનાઓhum dekhenge news

રોબોટિક આંગળી વિકસાવાઇ

વૈજ્ઞાનિકોએ એવી રોબોટિક આંગળી વિકસાવી લીધી છે , જે માણસની સ્કીનમાંથી બની છે. તે ફીલ કરી શકે છે. તે દેખાય છે પણ માણસની આંગળી જેવી જ. તે તુટ્યા વગર વળી પણ શકે છએ. જો તેમાં કોઇ ઇજા થાય તો તેના ઘા જાતે જ રુઝાઇ જશે. આ આંગળી પર હળવો પરસેવો પણ જોવા મળશે.

વર્ષ 2022માં સાયન્સમાં બની અદ્ભુત ઘટનાઓ hum dekhenge news

3D પ્રિન્ટરથી કાન બનાવાયો

સાયન્ટિસ્ટના ગ્રુપે એક મહિલાને 3D પ્રિન્ટરથી બનાવેલો કાન લગાવી દીધઓ. કાનને તે મહિલાની કોશિકાથી તૈયાર કરાયો હતો. દુનિયામાં એવુ પહેલીવાર બન્યુ કે કોઇ દર્દીની કોશિકા લઇને તેના માટે નવુ 3D પ્રિન્ટેડ અંગ બનાવાયુ.

વર્ષ 2022માં સાયન્સમાં બની અદ્ભુત ઘટનાઓ hum dekhenge news

માણસના બ્રેન સેલ્સને ઉંદરોના દિમાગમાં ટ્રાન્સફર કરાયા

માણસો કરતા વધુ ક્રિએટીવ કોણ હોઇ શકે? માણસોના મગજના બ્રેઇન સેલ્સને ઉંદરોના મગજમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા. ન્યુરોડેવલોપમેન્ટ ડિસઓર્ડરને ઉંડાણપુર્વક સમજવા અને અનેક માનસિક વિકારોનો ઇલાજ શોધવા માટે આ સંશોધનો કરાયા. આ સંશોધનમાં જેમ જેમ ઉંદરો મોટા થતા ગયા તેમ તેમ માનવ ન્યુરોન્સે ઉંદરોના મગજમાં કામ કરવાનું શરૂ કરી દીધુ અને કેટલીયે બ્રેઇન સર્કિટ બનાવી જેથી માનવીના મગજને સમજી શકે અને તેની સમસ્યાઓને સોલ્વ કરી શકે.

આ પણ વાંચોઃ Flash Back 2022 : સાઉથની એ ફિલ્મો જેણે આ વર્ષે બોક્સઓફિસ પર તોડી બોલિવુડની કમર !

Back to top button