ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : ડીસામાં મહોરમ તાજીયા જૂલુસ નિમિત્તે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ


બનાસકાંઠા 16 જુલાઈ 2024 : ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ તાજીયા જૂલુસ યોજાનાર છે. જેની પૂર્વ સંધ્યાએ મંગળવારે ડીસા દક્ષિણ પોલીસ અને ડીસા હોમગાર્ડઝના જવાનો દ્વારા ડીસા દક્ષિણ પોલીસ મથકથી લઇ રીસાલા બજાર, મીરા મહોલ્લા, ગવાડી અને ગાંધીચોકનું ડીસા દક્ષિણ પોલીસ અને ડીસા હોમગાર્ડઝના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
જ્યારે મહોરમ તહેવાર નિમિત્તે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીસા દક્ષિણ પી.આઇ. કે.બી.દેસાઇએ તંત્રને ખડેપગે રાખી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારી કરી હતી અને મહોરમ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવી અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરના ટોકરીયા ગામના ૧૧ વર્ષીય માસુમની હત્યા