15 ઓગસ્ટઉત્તર ગુજરાત
ડીસા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં સેવકના હસ્તે ધ્વજ વંદન યોજાયું


પાલનપુર: સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ, ડીસા ખાતે 76 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી..જેમાં શાળાના મુખ્ય મહેમાન તરીકે શાળામાં છેલ્લા 22 વર્ષથી સેવા આપતા સેવક મુકેશભાઈ દરજી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવેલ. જેમાં તેઓ ટુંક સમયમાં વય નિવૃત્ત થતા હોવાથી શાળાના આચાર્ય ફાધર રાજ દ્વારા તેમની સેવાની કદરરૂપે તેમનું આજે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના મેનેજર ફાધર અલ્મેડા , એન. સી. સી. ઓફીસર ભરત ખાડેલિયા, ઇન્ફન્ટ સર ની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ ઉજવાયો હતો.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીતો ઉપર ડાન્સ રજૂ કર્યા હતા. સંસ્થા દ્વારા સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.