FIFA 2022: પાંચ વખત ચેમ્પિયન બ્રાઝિલને હરાવી ક્રોએશિયાનો સેમી ફાઇનલમાં પ્રવેશ


કતર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 માં શુક્રવારને 9 ડિસેમ્બર ક્વાર્ટર ફાઈનલની પ્રથમ મેચ રમાઈ હતી. મેચમાં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલનો મુકાબલો ક્રોએશિયા સામે હતો. જે મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં પેનલ્ટી શૂટઆઉટમાં ક્રોએશિયાએ 4-2થી જીત મેળવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.
ક્રોએશિયાનો સેમીફાઈનલમાં આર્જેન્ટિના સામે
હવે સેમિફાઇનલમાં ક્રોએશિયાનો મુકાબલો આર્જેન્ટિના સાથે થશે. આર્જેન્ટિનાએ પણ પોતાની રોમાંચક ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેધરલેન્ડની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવ્યું છે. 13 ડિસેમ્બરે મોડી રાત્રે 12.30 વાગ્યે આ સેમિફાઇનલ મેચ યોજાશે. ક્રોએશિયા હવે ટાઇટલ જીતવાથી માત્ર બે જીત દૂર છે.
The scenes! ????????????#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/oqD5m1Icjx
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
છેલ્લી વખત ક્રોએશિયાની ટીમ વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી ત્યારે તેને ફ્રાન્સે હરાવ્યું હતું. તે જ સમયે, બ્રાઝિલ 2014 થી સેમી ફાઇનલમાં પહોંચી શક્યું નથી. નેમારની ટીમ ગત વખતે પણ ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી.
નેમારે ઈતિહાસ રચ્યો

બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી, જે નિર્ધારિત સમય સુધી ગોલ વિના બરાબરી પર રહી. આ પછી મેચમાં વધારાનો સમય આપવામાં આવ્યો હતો. વધારાના સમયમાં નેમારે ધમાકો કર્યો હતો. નેમારે 105મી + 1મી મિનિટે ગોલ કરીને બ્રાઝિલને 1-0ની લીડ અપાવી હતી. આ ગોલને લુકાસ પિક્વેટાએ મદદ કરી હતી. આ સાથે નેમારે ઈતિહાસ પણ રચ્યો છે. આ તેનો 77મો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. નાકા, આ 77મો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. આ સાથે તેણે મહાન ફૂટબોલર પેલેની બરાબરી પણ કરી લીધી છે.