ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજના પાંચ સ્લેબ ધરાશાયી

Text To Speech
  • નિર્માણાધિન પુલના પાંચ સ્લેબ તુટ્યા 
  • કલેક્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી

પાલનપુરમાં RTO સર્કલ પાસે નિર્માણાધિન પુલ ધરાશાયી થયો છે. મળતી માહિતી મુજબ પુલના પાંચ સ્લેબ તૂટ્યા છે. સ્લેબની નીચે રીક્ષા દટાઈ હોવાની શક્યતા છે. ઘટના સ્થળ પર કલેક્ટર સહિતની ટીમ પહોંચી રહી છે.

કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા

પાલનપુર નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે મોટાપાયે પુલના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે RTO સર્કલ પાસે ત્રિ-માર્ગીય નિર્માણાધિન પુલના પાંચ સ્લેબ તૂટી પડ્યા છે. જાન્યુઆરીમાં પુલનું લોકાર્પણ થવાનું હતું તે પહેલા જ પુલનો ભાગ તૂટ્યો છે.
આ અંગે કલેક્ટરે જણાવ્યું છે કે, પુલ કયા કારણોસર ધરાશાયી થયો છે તેની તપાસ ચાલુ છે.

ધારાસભ્ય અનિકેત ઠાકર ગાંધીનગરથી પાલનપુર જશે. હાલમાં માત્ર રીક્ષા દટાઇ હોવાની વિગતો મળી રહી છે. પરંતુ રીક્ષામાં કોઇ હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ક્રેનની મદદથી સ્લેબના કાટમાળને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.

Back to top button