બનાસકાંઠા : ડીસાના રાણપુરમાંથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
- રૂ. 60,900/- નો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠા 31 જુલાઈ 2024 : ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસમાં શ્રાવણ મહિના અગાઉ જ જુગાર રમતાં પાંચ શખ્સોને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રોકડ રકમ મોબાઈલ સહિત રૂપિયા 60900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
શ્રાવણ મહિનો બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બનાસકાંઠા પોલીસે પણ શ્રાવણીયો જુગાર રમતા શખ્સોને ઝડપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે શ્રાવણ માસ અગાઉ જ પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. એલસીબી પોલીસ સ્ટાફના માણસો ડીસા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ ગામે બનાસ નદીના પટમાં કેટલાક ઈસમો જુગાર રમે છે. જેથી તે જગ્યાએ રેડ કરતા જુગાર રમતા ઈસમમાં નાશ ભાગ મચી જવા પામી હતી. પોલીસે 5 ઇસમોને ઝડપી હતા. પોલીસે ઝડપાયેલા ઇસમો પાસેથી રોકડા રૂપિયા 20900/- તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 60900/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જુગાર રમતા ઝડપાયેલા ઇસમો
જયેશ બાબુભાઈ લુહાર રહેવાસી કચ્છી કોલોની, ડીસા
નિર્મલ જશુભાઈ રાઠોડ રહેવાસી વર્ધમાન સોસાયટી, કોલેજ રોડ, ડીસા
મહેશજી બાલુજી ઠાકોર રહેવાસી આસેડા, તા. ડીસા
શાંતિભાઈ મશરૂભાઈ નાઈ રહેવાસી વેલુંનગર, ડીસા
રાજુભાઈ વીરચંદભાઈ મહેતા રહેવાસી વાસણા તા. ડીસા
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના વતની અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ને સિલ્વર ડીસ્ક એવોર્ડ