ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાના ગુલબાણીનગરમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા પાંચ શખ્સોને ઝડપ્યા

Text To Speech

પાલનપુર: ડીસા શહેરના ગુલબાણી નગરમાંથી વરલી મટકાનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ જુગારની બદી ફૂલીફાલી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સુચનાથી જિલ્લામાં દારુ જુગારના કેસો પકડી પાડવા સુચના અનુસાર ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાના સુચનાથી ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પીઆઈ. વી. એમ.ચૌધરીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ગુલબાણીનગર સોસાયટીમાંથી વરલી મટકાના જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યાં છે.

વરલી મટકાનો ઓનલાઈન જુગાર રમાડતા હતા

જ્યારે છેલ્લા કેટલાય સમયથી પોલીસની આંખમાં ધુળ નાખીને શહેરમાં ખાનગી રીતે વરલી મટકાના જુગાર રમાડતા રાજુભાઇ સેવંતીલાલ મોદી ઉર્ફે રાજુ બેટરીનું નામ આખરે આજે બહાર આવ્યું છે. શહેરમાં વરલી મટકાના જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ડીસા ઉતર પોલીસ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે ડીસા ઉતર પોલીસને સફળતા મળી છે.ઉલ્લેખનીય છેકે થોડા વર્ષો અગાઉ ડીસા શહેરમાં વરલી મટકાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતાં રાજુભાઇ મોદી પર અનેક ગુન્હાઓ નોંધાયા હતા અને બાદમાં રાજુભાઇ મોદી ભુગર્ભમાં જતાં રહ્યાં હતાં. જે રાજુભાઇ મોદીને ફરીથી ઉતર પોલીસ દ્વારા ફરીથી ઝડપી લેવાયો છે.

રૂ. 90 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

વરલી મટકાનો જુગાર-humdekhengenews

પોલીસના જણાવ્યા અનુસાર ગુલબાણી નગર સોસાયટીના રહેણાંક મકાનમાં ભરતભાઈ અમરતભાઈ મોદી વરલી મટકાના જુગાર રમાડતો હોવાની હોવાની બાતમીના આધારે ઉત્તર પોલીસ દ્વારા રેડ કરાતાં ચાર શખ્સો ભરતભાઈ અમરતભાઈ મોદી, કનૈયાલાલ ગીરીશભાઈ મોચી, દિલીપભાઈ ચમનભાઈ ઠાકોર અને મહેન્દ્રભાઈ બાબુભાઈ પરમાર સામે તેમજ રાજુભાઇ સેવંતીલાલ મોદી ઉફે રાજુ બેટરી સામે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ મુજબની ફરીયાદ નોંધવામાં આવી હતી.જ્યારે તેમની પાસેથી કુલ રૂ.90233 નો મુદામાલ કબ્જે કરી તમામની અટકાયત કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો :ડીસામાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચતા બે ઝડપાયા

Back to top button