ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાના ભોપાનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા,11600 નો મુદ્દામાલ જપ્ત

Text To Speech

પાલનપુર, 27 ઓગસ્ટ 2024, ડીસાના ભોપાનગરમાંથી સાતમ – આઠમનો જુગાર રમતા પાંચ વ્યકિતઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જુગારીયાઓ પાસેથી રૂપિયા 11600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કુલ 11,600 ની રોકડ જપ્ત કરી
ડીસા શહેરમાં શ્રાવણ માસમાં જુગાર રમવાની ધૂમ મચી હતી. ડીસા શહેર દક્ષિણ ,ઉત્તર અને તાલુકા તાલુકા પોલીસે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અનેક જગ્યાએ રેડો કરી હતી. ત્યારે શહેરના ભોપાનગરમાં રેલવે સ્ટેશન પાછળ કેટલાક શખ્સો જન્માષ્ટમીના દિને જુગાર રમતા હોવાની બાતમી ડીસા શહેર દક્ષિણ પોલીસને મળી હતી. જેથી પોલીસે ઓચિંતી રેડ કરતા જાહેરમાં જુગાર રમતા કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી અંગઝડતી કરી તેમજ દાવમાં લગાવેલા રૂપિયા મળી કુલ 11,600 ની રોકડ જપ્ત કરી હતી.

ઝડપાયેલા શખ્સો
૧. નરેન્દ્ર રમેશભાઈ બિહારી, રહેવાસી રેલવે સ્ટેશન સ્કૂલ પાછળ, ડીસા.
૨. રાજુ રમેશભાઈ ઠાકોર, રહેવાસી જોગણી માતાના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન, ડીસા.
૩. લલિત ઉર્ફે ભૂરો નટુભાઈ સોની, રહેવાસી, ચાવડીવાસ, ડીસા.
૪. ધવલ ચીકુજી ઠાકોર, રહેવાસી રેલવે સ્ટેશન પાસે, ડીસા.
૫. ચિરાગ ઉર્ફે ચેતન હસમુખભાઈ પરમાર, રહેવાસી મોઢેશ્વરી સોસાયટી, ડીસા.

આ પણ વાંચોઃડીસાના ગંગાજી વ્હોળા પાસે ડિવાઇડર સાથે અથડાતા કાર પલટી, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

Back to top button