ટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં એક કાર નહેરમાં ખાબકતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે મૃત્યુ

Text To Speech

 કર્ણાટક: માંડ્યાના પાંડવપુરા જીલ્લા પાસે એક કાર વિશ્વેશ્વરાય કેનાલમાં પડી જતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક કાર બાઇક સાથે અથડાતા અકસ્માત થયો હતો. બાઇકચાલકને બચાવવા કાર કેનાલમાં ખાબકી હતી. જે કારણે પાંચેય લોકોના ડૂબી જવાથી ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં. પોલીસને માહિતી મળતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી

મંડ્યાના ડેપ્યુટી કમિશનર કુમારે કહ્યું કે વિશ્વેશ્વરાઈ નહેરમાંથી પાંચ મૃતદેહો અને શિવમોગા જિલ્લાના રજીસ્ટ્રેશન નંબરવાળી એક કાર મળી આવી છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો મામલો હોવાનું જણાય છે. આ અકસ્માત 7 નવેમ્બરની સાંજે થયો હતો. પોલીસે મૃતકોની ઓળખ ચંદ્રપ્પા, ધનંજયા, કૃષ્ણપ્પા અને જયન્ના તરીકે કરી છે. તે ભદ્રાવતીના વતની હતા અને બિલિકરેની એક હોટલમાં જમ્યા બાદ તુમાકુરુ જિલ્લાના તિપ્ટુર જઈ રહ્યા હતા. મૃતદેહોને પાંડવપુરા સરકારી હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યા છે.

આ પાંચેય લોકો સગા-સંબંધી કે મિત્ર હતા તે અંગે હજુ સુધી પોલીસ જાણી શકી નથી. આ તમામ એક કાર્યક્રમમાં જવા માટે મૈસૂર આવ્યા હતા. ત્યારે રસ્તામાં આ ગંભીર અક્સ્માત થતાં કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી રહી છે. જોકે, કર્ણાટકના કાવેરી નીરવરી નિગમે સોમવારે કેનાલમાં પાણી છોડ્યું હતું જેનાથી સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી નડી હતી.

આ પણ વાંચો: પંજાબમાં ગમખ્વાર અકસ્માત : બસ કેનાલમાં ખાબકતા 8ના મોત

Back to top button