ગુજરાતટોપ ન્યૂઝ

ભારતીય વાયુસેનાના ગ્લોબ માસ્ટર પ્લેન સાથે NDRFની પાંચ ટીમો સુરત આવી પહોચી

Text To Speech

સુરતઃ નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિસાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એન.ડી.આર.એફની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોચી હતી.

Globe master NDRF Surat 01

એક ટીમ કમાન્ડર તથા પાંચ ઓફિસર અને 105 જવાનો સાથે રેસ્કયુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે બપોરે 1.00 વાગે આવી પહોચી હતી. દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં બચાવ અને રાહતની કામગીરીમાં વિશેષ સહયોગ મળી રહેશે. આ ટીમો કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા માટે સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ પાંચ ટીમોના કારણે આમ કેન્દ્ર અને રાજય સરકારના સંયુકત પ્રયાસોથી વર્તમાન વરસાદી આપદાને પહોંચી વળવા માટે સુસજ્જ છે.

Back to top button