ગુજરાતટોપ ન્યૂઝ

3 વર્ષમાં ગુજરાતના પાંચ લાખ ઘરો પર રૂફટોપ સોલાર લાગ્યા : ઊર્જા અને નાણા મંત્રી કનુ દેસાઈ

Text To Speech
  • ગુજરાતની રિન્યૂએબલ ક્ષમતાના 22.50 ગીગાવોટ જેટલી વધી
  • રૂફટોપ સોલાર વિષયના બે દિવસિય નેશનલ કોન્કલેવનો આરંભ
  • ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના 82 ટકા ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ

3 વર્ષમાં ગુજરાતના પાંચ લાખ ઘરો પર રૂફટોપ સોલાર લાગ્યા છે તેમ ઊર્જા અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે. ઊર્જા મંત્રીએ બે દિવસીય નેશનલ કોન્કલેવનો આરંભ કરાવ્યો છે. રહેણાંકના ગ્રાહકોને બે હજાર કરોડથી વધારેના વીજબિલની બચત થઇ છે.

આ પણ વાંચો: સુરત વિશ્વના ફલક પર ઝળકશે, વડાપ્રધાન ડાયમંડ બૂર્સનું લોકાર્પણ કરશે

ગુજરાતની રિન્યૂએબલ ક્ષમતાના 22.50 ગીગાવોટ જેટલી વધી

ગુજરાતની રિન્યૂએબલ ક્ષમતાના 22.50 ગીગાવોટ જેટલી વધી છે. ઊર્જા અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ અમદાવાદમાં રૂફટોપ સોલાર વિષયના બે દિવસિય નેશનલ કોન્કલેવનો આરંભ કરાવ્યો હતો. પ્રિ-વાઈબ્રન્ટ સમિટ હેઠળના આ કોન્કલેવને સંબોધતા તેમણે વિતેલા 3 વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખથી વધુ આવાસ ઉપર રૂફટોપ સોલાર લાગ્યાની માહિતી આપી હતી. જેનાથી વર્ષ 2019થી નવેમ્બર 2023 સુધીમાં 4,900 મિલિયન યુનિટ્સ ઉત્પન્ન થતા વીજ ગ્રાહકોને રૂપિયા બે હજાર કરોડથી વધારના વીજબિલની બચત થઈ છે.

આ પણ વાંચો: PM Modiના 156 ગ્રામના ગોલ્ડ સ્ટેચ્યૂને લઈ એક્ઝિબિશનમાં આકર્ષણ

ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના 82 ટકા ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ

ગુજરાત સમગ્ર દેશની કુલ ક્ષમતામાં 82 ટકા ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ હોવાનું જણાવતા ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યૂએબલ એનર્જીની સહભાગીતામાં મળેલી આ કોન્કલેવને સંબોધતા કહ્યું કે, ગુજરાતની રિન્યૂએબલ ક્ષમતાના 22.50 ગીગાવોટ જેટલી વધી છે. ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના 82 ટકા ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ નંબર છે. ગુજરાત વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ કરતા વધુ ક્ષમતા ધરાવવાની નવી નવીનીકરણીય યોજના ધરાવે છે. તેમણે કચ્છના ખાવડા ખાતેથી 30 ગીગાવોટનો વિન્ડ સોલાર હાઈબ્રિડ પાકમાંર્ વર્ષ 2030 સુધીમાં બે ગીગાવોટ ઓફશોર પાવર મળતો થઈ જશે તેમ પણ ઉમેર્યુ હતુ.

Back to top button