ગુજરાતટોપ ન્યૂઝ

CGSTના ભ્રષ્ટ આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

Text To Speech

ગાંધીધામના CGSTના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીની સીબીઆઈએ ધરપકડ કરી અમદાવાદની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં રજૂ કારવમાં આવ્યા હતા, કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરી સીબીઆઇને સોંપવામાં આવ્યા છે. ભ્રષ્ટ અધિકારી પાસેથી મળી આવેલ ડાયરીમાં કેટલાક બેનામી વ્યવહારો અને કંપનીઓનો ઉલ્લેખ હોઇ તેની પણ સીબીઆઇએ તપાસ ચાલુ કરી છે.

આ પણ વાંચો : ગાંધીધામમાં CBI ની મોટી કાર્યવાહી, CGSTના સહાયક કમિશનરને ત્યાં દરોડા
મહેશ - Humdekhengenews સીબીઆઇ દ્વારા ભ્રષ્ટ અધિકારી મહેશ ચૌધરીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સીબીઆઇ દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આત્યાર સુધીની તપાસ દરમિયાન પરિવારના તમામ સભ્યોના બેંક ખાતાના સ્ટેટમેન્ટ એકત્ર કરવામાં આવ્યા હતા અને તેની ચકાસણી કરતાં માલૂમ થયું કે કરોડોના ઘણા મોટા વ્યવહારો આ એકાઉન્ટમાં થયા છે જેથી આ ખાતામાં ટ્રાન્સફર કરાયેલા નાણાંના સ્ત્રોતની તપાસ કરવી જરૂરી છે. આરોપી મહેશ ચૌધરીના નાણાકીય વ્યવહારો અંગે જાણવા માટે તેની કસતોડિયલ ઈંટઑગરક્ષણ માટે હાજરી જરૂરી છે. વધુમાં આરોપી તપાસમાં સહકાર આપતા નથી અને કોઈ પણ પ્રશ્નનો ઉદવ જવાબ આપે છે. આરોપીએ તેના પરિવારના સભ્યોની માલિકીની સ્થાવર મિલકતો અંગે તેના વાર્ષિક મિલકત રિટર્નમાં તેના વિભાગને જાણ કરી નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં વર્ગ-3 ના કર્મચારીઓમાં ભ્રષ્ટચારનું ચલણ સૌથી વધુ, જાણી લો સમગ્ર યાદીGST - Hum Dekhenge News આરોપીના ઘરેથી મળી આવેલા દસ્તાવેજોને જોતાં હજુ પણ બીજી સ્થાવર મિલકતો હોવાની શક્યતા ણાકરી શકાય તેમ નથી. આરોપીના ઘરેથી મળી આવેલા રૂ. 42 લાખ રોકડા, સોના-ચાંદીના દાગીના, વિદેશી ચલણી નોટો, કિમતી ઘડિયાળો મળી આવેલા હતી તે બાબતે પણ આરોપીને સાથે રાખી પૂછપરછ કરવી જરૂરી છે. આરોપીની સઘન તપાસ માટે હાજરી જરૂરી હોવાથી રિમાન્ડ અરજી મંજૂર કરવી જોઈએ. જ્યારે આરોપી તરફથી એવી રજૂઆત કરવામાં આવીહતી કે તપાસમાં પૂરો સાથસહકાર આપ્યો છે. દસ્તાવેજો આધારિત હોય તે માટે રિમાન્ડની કોઈ જરૂર ન હોવાની આરોપી તરફથી રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરી સીબીઆઇને સોંપ્યો હતો.

Back to top button