ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો, પાંચ નાગરિકો ઘાયલ

Text To Speech

કીવ (યુક્રેન), 25 નવેમ્બર: રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ નાગરિકો ઘાયલ થયા હતા. આ હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 4 વાગ્યે શરૂ થયો હતો. જે છ કલાકથી ચાલ્યા હોવાનું કહેવાય છે. જેના કારણે 77 રહેણાંક મકાનો અને 120 સંસ્થાઓમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. યુક્રેનના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલાના કારણે હજારો લોકોએ તેમના ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

યુક્રેનિયન એરફોર્સ કમાન્ડર માયકોલા ઓલેશ્ચુકે કહ્યું કે, આ હુમલામાં કિવને ટાર્ગેટ કરાયું હતું. યુક્રેનની સશસ્ત્ર દળોએ જણાવ્યું હતું કે રશિયાએ લગભગ 75 ઈરાની નિર્મિત ડ્રોન વડે યુક્રેન પર હુમલો કર્યો હતો. જેમાંથી 71 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. કિવ સિટી એડમિનિસ્ટ્રેશનના વડા સેરહી પોપકોએ જણાવ્યું હતું કે, આ હુમલો કિવ પર ડ્રોન દ્વારા કરવામાં આવેલો સૌથી ઘાતક હવાઈ હુમલો છે.

5 લોકો ઘાયલ, ઘણી ઇમારતો ધરાશાયી

કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે શહેરમાં કેટલાક કલાકો સુધી ચાલેલા ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા પાંચ નાગરિકો ઘાયલ થયા હતા અને ઘણી ઇમારતોને નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે ઘાયલોમાં એક 11 વર્ષનો છોકરો પણ સામેલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ આ અંગે કહ્યું કે, અમારા સૈનિકોએ મોટાભાગના ડ્રોનને તોડી પાડ્યા. અમે અમારા હવાઈ સંરક્ષણને મજબૂત કરવા અને ડ્રોનને તોડી પાડવાનું ચાલી રાખીશું.’ ઉલ્લેખનીય છે કે, કિવ ઉપરાંત, સુમી, ડિનિપ્રોપેટ્રોવસ્ક, ઝાપોરિઝિયા, માયકોલાઈવ અને કિરોવોહરાડ પ્રદેશોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ઉત્તરકાશીની ટનલમાં મોકલવામાં આવશે ટેલિફોન, કેબલ નાખવાનું શરૂ

Back to top button