ગુજરાતચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ એવા ઉમેદવાર કે જેઓની સંપત્તિ છે ઝીરો

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને શરૂ થવાની ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ માટેના જાહેર પ્રચાર પડઘમ શાંત કરી દેવામાં આવ્યા છે. હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ થઈ ગયો છે. દરમિયાન આજે અમે તમારા સુધી એવી માહિતી લાવ્યા છીએ જે અંગે જાણીને તમને અચરજ થવાનું છે. અત્યારસુધી આપણે પૈસાદાર ઉમેદવાર અંગે ચર્ચા કરી છે પરંતુ હવે પાંચ ઉમેદવાર એવા પણ છે જેમની સંપતિ ઝીરો છે અને તે ચૂંટણી લડી રહ્યા છે. રાજકીય પક્ષોના કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડે તે નવાઇની વાત નથી જો કે જેમની પાસે જમીન, સોનું, બેન્ક બેલેન્સના નામે કોઇ સંપત્તિ નથી જેવા લોકો પણ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામાં પાંચ ઉમેદવારોએ પોતાની સંપત્તિ શૂન્ય હોવાનું દર્શાવ્યુ છે, એટલે કે તેમની પાસે જમની, સોનું, વાહન, બેન્સ બેલેન્સના નામ એક રૂપિયાની પણ સંપત્તિ નથી.

પાંચમાંથી ચાર ઉમેદવાર અમદાવાદના

જે ઉમેદવાર પાસે કંઈ જ નથી અને તેઓ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે તેમાં ચાર ઉમેદવાર તો અમદાવાદમાં જ છે. જેમાં સરકાર વલ્લભભાઇ પટેલ પાર્ટીના અમદાવાદની નરોડા બેઠકના ઉમેદવાર સત્યમકુમાર પટેલ, આપણી જનતા પાર્ટીના અમદાવારના અમરાઇવાડી બેઠકના સતિષ હિરાલાલ સોની, પ્રજા વિકાસ પાર્ટીના અમદાવાદના દાણીલીમડા (એસસી) બેઠકના ઉમેદવાર કસ્તુરભાઇ પરમાર અને ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટીના અમદાવાદના સાબરમતી બેઠકના ઉમેદવાર જીવનભાઇ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે કે અન્ય એક ઉમેદવાર કોંગ્રેસના છે. જેઓ ગાંધીનગર ઉત્તરની બેઠકના ઉમેદવાર છે. તેમનું નામ મહેન્દ્રભાઇ પટણી છે.

Back to top button