ગુજરાતટોપ ન્યૂઝ

માઉન્ટ આબુમાં ત્રણ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ, લોઅર કોદરા બંધ ઓવરફ્લો

Text To Speech

ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. પરંતુ  પાડોશી રાજ્ય રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મંગળવારે રાત્રે ભારે વરસાદ થયો હતો. મધ્યરાત્રીના 2:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી મુશળધાર વરસાદ થયો હતો. ત્રણ કલાક સુધી વરસાદે બઘડાટી બોલાવી હતી. જેમાં 134 મીમી એટલે કે સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ત્રણ કલાકમાં જ ખાબકી ગયો હતો. જેથી પર્વતીય વિસ્તારના ઝરણાંઓમાં પાણીનું પ્રમાણ વધી ગયું હતું. અહીં આવેલું નખ્ખી  તળાવ ફરીથી ઓવરફલો થતાં તેનું પાણી નીચે ઝરણાં સ્વરૂપે વહેતું થયું હતું.

લોઅર કોદરા બંધ ઓવરફલો

ભારે વરસાદથી માઉન્ટ આબુ નજીક આવેલો લોઅર કોદરા બંધ પણ ઓવરફલો થતા તેનું પાણી બનાસનદીમાં આવ્યું હતું. જ્યારે રાજસ્થાનની સ્થાનિક પોલીસ એ લોકોને તેજ વહી રહેલા ઝરણાંઓ પાસે જવામાં જોખમ હોવાથી તેની પાસે ન જવા ચેતવણી આપી છે. જોકે હાલમાં માઉન્ટ આબુમાં વરસાદી મૌસમથી ચારે તરફ હરિયાળી જ હરિયાળી જોવા મળી રહી છે. અને જીવંત બનેલા ઝરણાંના પાણી ખળખળ રહી રહ્યા છે.ત્યારે આવો નયનરમ્ય નજારો જોવાની લાલચ ગુજરાતીઓ રોકી શકતા નથી. જેથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ પણ માઉન્ટ આબુ પહોંચ્યા છે. અને રીમઝીમ વરસાદ વચ્ચે નખ્ખી લેકની નજીકમાં નજારો માણતા જોવા મળી રહ્યા છે.

Back to top button