અમદાવાદગુજરાત

પાઉડર જોતા જ પોલીસ ચોંકીઃ દુબઈથી સોનાની દાણચોરી કરતા પાંચ આરોપી ઝડપાયા

અમદાવાદ, 05 એપ્રિલ 2024, પોલીસ નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે સક્રિય થઈ ગઈ છે. શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ આ પ્રકારના ગુનાઓ કરનારા નાસતા ફરતા આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાંચને સૂચના આપવામાં આવી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે દુબઈ- શારજાહ ખાતેથી કેરિયર મારફતે ગેરકાયદે સોનું મંગાવનાર અને સોનાની દાણચોરીમાં સંડોવાયેલ કુલ પાંચ આરોપીઓને 52.26 લાખની કિંમતના 701 ગ્રામ સોના સહિત ઝડપી પાડ્યાં છે.

બાતમીને આધારે વોચ ગોઠવીને આરોપીઓ ઝડપ્યા
પોલીસને મળેલી બાતમી અનુસાર અમદાવાદ શહેરના ડફનાળા ચાર રસ્તા ખાતેથી દુબઈ શાહજહાં ખાતેથી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત પાવડરમાં સોનું લાવવામાં આવી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા વોચ ગોઠવી મોટી માત્રામાં સોનું તેમજ કાર સહિત 5 ઇસમોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. હોન્ડા WR-V કારમાં કુલ 5 ઈસમો કેમિકલ યુક્ત પાવડરમાં 701.41 ગ્રામ ગોલ્ડ મેળવી ત્યાંથી પસાર થતા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. જે કિંમતમાં 48 લાખ 88 હજાર તેમજ કાર અને મોબાઈલ ફોન મળીને કુલ 52 લાખ 26 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પકડાયેલા 5 આરોપીઓ વિશે વાત કરીએ તો અનંત અશોકભાઈ શાહ, કલ્યાણ કરસનભાઈ પટેલ, નવઘણ બચુભાઈ ઠાકોર, નિલેશ વરવાભાઇ દેસાઈ, તેમજ આશિષ જમનભાઈ કુકડીયા સહિતના પાંચ ઈસમો જેમાંથી ત્રણ મૂળ અમદાવાદના, એક બનાસકાંઠા અને એક જુનાગઢના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

કસ્ટમ ડયુટી તથા અન્ય ટેક્સ નહીં ભરવા દાણચોરી કરતા
પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ પકડાયેલા મુખ્ય આરોપી પૈકી અનંત શાહ પોતે જમીન લે-વેચ તથા સોનાની લે-વેચનું કામ કરતો હતો. જે દુબઇ, શારજહાં ખાતેથી પોતાના મળતીયા માણસો પાસેથી સોનું કેમીકલયુકત પાવડર સ્વરૂપમાં ખરીદી કરી સરકારને ભરવાની થતી કસ્ટમ ડયુટી તથા અન્ય ટેક્સ ભરવા ન પડે તે માટે આયોજન કરી કેરીયર આશીષ કુકડીયા દ્વારા એરપોટ મારફતે અમદાવાદ લાવી ગેરકાયદેસર રીતે દાણચોરી કરતો હતો. કેમીકલયુકત પાવડર સ્વરૂપે સોનું મેટલ ડીટેકટરથી ડીટેકટ ન થતું હોવાથી જેના કારણે મેડીકલમાં ઉપયોગમાં લેવાતી સર્જીકલ ટેપમાં વીંટાળી આંતરવસ્ત્રોમાં છુપાવી સોનાની દાણચોરી કરતા હોય તેવું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં મહિલા સલામતીની વાતો વચ્ચે મહિલા પોલીસ સ્ટેશન રાત્રે બંધ રહેશે

Back to top button