અમદાવાદમાં સ્કૂલવર્ધીના વાહનો 15 હજાર પણ 750ની જ ફિટનેસ-પરમિટ લેવાઇ
- સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેશ અને પરમિટ નહીં હોય તો વાહન ડિટેઇન કરાશે
- અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીનાં વાહનો
- 31 જુલાઈ પછી સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ
અમદાવાદમાં સ્કૂલવર્ધીના વાહનો 15 હજાર છે જેમાંથી 750ની જ ફિટનેસ-પરમિટ લેવાઇ છે. જેમાં હવે 6 દિવસ જ બાકી છે ત્યારે 14,250 વાહનોમાં ફિટનેસ અને પરમિટ પ્રક્રિયા બાકી છે. 31 જુલાઈ પછી સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ છે. તેમજ અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીનાં વાહનો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો, શંકાસ્પદ કેસનો આંકડો વધ્યો
કોઇ પણ સંજોગોમાં સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ
સ્કૂલવર્ધીના વાહનોમાં નિયમોનું પાલન કરાવવા માટે હાથ ધરાયેલી ઝુંબેશનો વિરોધ કરીને સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પછી વાહનવ્યવહાર વિભાગ દ્વારા 45 દિવસની સમય મર્યાદા અપાઇ છે. સમયમર્યાદાને સવા મહિનો પૂરો થઈ ગયો છે, ત્યારે અમદાવાદની ત્રણેય આરટીઓમાં હાલ સ્કૂલવર્ધીના 15 હજારમાંથી માત્ર 750 વાહનોમાં જ ફિટનેશ અને પરમિટની પ્રક્રિયા પૂરી થઇ છે. હજી 14,250 વાહનોમાં ફિટનેસ અને પરમિટ બાકી છે. 31મી જુલાઇ સુધીની મુદત છે, ત્યારે કોઇ પણ સંજોગોમાં સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ છે.
કેટલાક શહેરોમાં તો આંકડો ડબલ ડિજિટને પણ પાર થયો નથી
અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીનાં વાહનો છે. સ્કૂલો શરૂ થઇ તે પૂર્વે રાજકોટ અગ્નિકાંડથી હાહાકાર મચતા વાહનવ્યવહાર વિભાગે સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેશ અને પરમિટ નહીં હોય તો વાહન ડિટેઇન કરવાની જાહેરાત કરી હતી. આ પછી સ્કૂલો શરૂ થતાં તંત્રની વાહન ડિટેઇનની ઝુંબેશ સામે વિરોધ કરીને સ્કૂલવર્ધી માલિકોએ હડતાલ જાહેર કરી હતી, વાલીઓના પ્રેશર બાદ બે દિવસમાં જ સમાધાન કરીને વિભાગે તેમને 45 દિવસની સમય મર્યાદા આપી હતી. જેને સવા મહિનો થયો છતાં સ્કૂલવર્ધીના અમદાવાદમાં 15 હજારમાંથી માત્ર 750 વાહનોમાં ફિટનેસ અને પરમિટની કામગીરી થઈ છે. રાજ્યમાં 80 હજારમાંથી માત્ર 20 ટકા વાહનોએ જ RTOમાં પાસિંગની કામગીરી કરાવી છે. કેટલાક શહેરોમાં તો આંકડો ડબલ ડિજિટને પણ પાર થયો નથી. હવે RTO પાસિંગ માટે 6 દિવસનો સમય છે.