ભારતના જીડીપીમાં ફિચનો વિશ્વાસ ઘટ્યો, આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકાથી ઘટી 7 ટકા કર્યો
ભારતના આર્થિક વિકાસ દરની ઝડપી વૃદ્ધિની અપેક્ષાઓને આંચકો લાગ્યો છે. રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે આજે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન અગાઉના 7.8 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યું છે. ફિચે કહ્યું કે તે હવે જૂનમાં 7.8 ટકા વૃદ્ધિની આગાહીની સરખામણીમાં 2022-23માં ભારતીય અર્થતંત્ર 7 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા રાખે છે. આનો અર્થ એ થયો કે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 0.8 ટકા ઓછો રહેશે.
આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી અનુમાન પણ ઘટ્યું
ફિચ રેટિંગ્સે એમ પણ કહ્યું કે આગામી નાણાકીય વર્ષ એટલે કે 2023-2024માં વિકાસ દર હવે 7.4 ટકાના અગાઉના અંદાજની સરખામણીએ 6.7 ટકા રહેવાની શક્યતા છે. ગત વખતે પણ ફિચ રેટિંગ્સે તેના રિપોર્ટમાં ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો હતો. આ રિપોર્ટ જૂન 2022માં બહાર પાડવામાં આવ્યો હતો.
ફિચ રેટિંગ્સે જૂનમાં પણ ભારતના જીડીપી આઉટલુકને ડાઉનગ્રેડ કર્યું હતું
જૂન 2022ના તેના અહેવાલમાં, ફિચે વર્ષ 2022-23 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 8.5 ટકાથી ઘટાડીને 7.8 ટકા કર્યું હતું. જો કે, એ જ અહેવાલમાં, ફિચ રેટિંગ્સે ભારતના આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલમાં અપગ્રેડ કર્યો અને BBB-નું રેટિંગ આપ્યું. માહિતી માટે, અમે તમને જણાવીએ કે જૂન 2020 માં, ફિચ રેટિંગ્સે લોકડાઉનને કારણે ભારતનો આઉટલુક નેગેટિવ કરી દીધો હતો.
આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની કારને નડ્યો અકસ્માત, રાષ્ટ્રપતિનો બચાવ