ટ્રેન્ડિંગમનોરંજન

ફિટ રહેતી અભિનેત્રી સુષ્મિતા સેનને આવ્યો હાર્ટએટેકઃ સર્જરી બાદ સ્વસ્થ

Text To Speech

બોલિવુડ અભિનેત્રી અને ભુતપુર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને ફેન્સને શોકગ્રસ્ત કરી દીધા છે. અભિનેત્રીએ હાલમાં પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી છે. તેને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. હાલમાં તેની તબિયત સ્થિર છે. અભિનેત્રીએ પોતાના પિતા સાથે તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ફિટ રહેતી અભિનેત્રી સુષ્મિતા સેનને આવ્યો હાર્ટએટેકઃ સર્જરી બાદ સ્વસ્થ hum dekhenge news

સુષ્મિતા સેને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પિતા સુબીર સેન સાથે શેર કર્યો હતો. ફોટો સાથે સુષ્મિતાએ જણાવ્યુ કે છેલ્લા થોડા સમય તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ છે. તેની તબિયત બગડી. અભિનેત્રીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેની એન્જિયોપ્લાસ્ટી થઇ હતી. હાલમાં તેની તબિયત ઠીક છે.

ફિટ રહેતી અભિનેત્રી સુષ્મિતા સેનને આવ્યો હાર્ટએટેકઃ સર્જરી બાદ સ્વસ્થ hum dekhenge news

સુષ્મિતાએ પિતાના શબ્દો સાથે પોતાની પોસ્ટના કેપ્શનની શરૂઆત કરી. તેણે લખ્યુ કે તમારા દિલને મજબૂત અને ખુશનુમા બનાવી રાખો. તે તમારી સાથે હંમેશા ખરાબ સમયમાં ઉભુ રહેશે. જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હશે. આ મહાન લાઇન મારા પાપાએ લખી છે. મને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. મારી એન્જિયોપ્લાસ્ટી થઇ. દિલ હવે સહી સલામત છે અને સૌથી જરૂરી વાત મારા કાર્ડિયોલોજિસ્ટે કન્ફર્મ કર્યુ છે કે મારુ દિલ ખરેખર ખુબ મોટું છે.

આ પણ વાંચોઃ ‘પઠાણ’ શાહરૂખ સાથે નહીં કામ કરે ‘પુષ્પા’ અલ્લુ અર્જુન, આપ્યું મોટું કારણ

Back to top button