ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર બીજી ટર્મ શરૂ થતાંની સાથે જ ફૂલ એકશનમાં આવી છે. જેમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ આજે મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ઓફિસમાં મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.
ખાસ વાતતો એ રહી 10.30 વાગ્યે મસ્ત્ય ઉદ્યોગ વિભાગની ઓફિસ શરૂ થતી હોય છે. આ સમયે જ મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા. આ સમયે ઓફિસ ખાલીખમ જોવા મળી હતી. એટલું જ નહીં કર્મચારીઓની સાથે સાથે કમિશનર નિતિન સાંગવાન 10.30 વાગ્યે ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું.
ઓફિસની શરૂઆતમાં કર્મચારીઓ ગેરહાજર રહેતાં મંત્રીએ કહ્યું કે કર્મચારીની સમસ્યા કે સમયને લઈને જાણ લઈએ છીએ. જેતે કચેરીના વડાને નીરીક્ષણનો અહેવાલ મોકલીને ખાસ સૂચનાઓ આપીએ છીએ. જો આમ છતાં પણ સ્થિતિમાં સુધારો નહીં આવે તો પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો : જાહેરમાં વિરોધ કરનાર સામે હવે ગુજરાત સરકારની લાલ આંખ, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ થયું મંજૂર
જ્યારે રાઘવજી પટેલ ઓફિસમાં પહોંચ્યા ત્યારે અનેક વિભાગની ચેમ્બર ખાલી જોવા મળી હતી. મોટા અધિકારીઓ ગેરહાજર હતા અને સાથે અન્ય કર્મચારીઓ પણ મોડા હોવાનું સામે આવ્યું હતું. તેમજ વડાપ્રધાન મોદીએ નવા કેબિનેટ મંત્રીઓને સૂચના આપી છે કે અધિકારીઓ સાથે તાલમેલ રાખવા અને સરપ્રાઈઝ વિઝીટ કરવી જેથી અધિકારીઓની કામગીરીની જાણ મળતી રહે.