‘સગાઈમાં માછલી ખવડાવી હતી, લગ્નમાં કેમ ના બનાવરાવી?’ વરરાજાએ ગુસ્સે થઈ મંડપમાં જ કન્યાને ફટકારી દીધી થપ્પડ
- દેવરિયામાંથી પ્રકાશમાં આવેલો એક કિસ્સો ચોંકાવનારો છે. લગ્નની અદ્ભુત તૈયારીઓ થઈ રહી હતી, બધું બરાબર ચાલી રહ્યું હતું, પછી વરમાળા દરમિયાન સ્ટેજ પર લગ્નના કેટલાક મહેમાનો આવ્યા અને વરને કહ્યું…
ઉત્તર પ્રદેશ, 13 જુલાઈ: ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના બાગૌચઘાટમાં એક વરનું એવું રૂપ બધાની સામે આવ્યું છે કે જેને જોઈને બધા દંગ રહી ગયા છે. જાન બિહારના ગોપાલગંજથી આવી હતી. વર પક્ષના લોકો જાન લઈને દુલ્હન લેવા આવ્યા હતા તેથી તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા. ઉત્તેજના એટલી બધી હતી કે જાન નાચતી-ગાતી કન્યાના ઘરે પહોંચી. ત્યાં કન્યાના પરિવારજનો અને સંબંધીઓએ પણ જાનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું.
જાન લઈને આવેલા જાનૈયાઓએ નાસ્તો કર્યો અને બીજી બાજુ દ્વરપૂજાની તૈયારીઓ શરુ થઈ અને દ્વારપૂજાનો કાર્યક્રમ સલામત રીતે સંપન્ન પણ થઈ ગયો. તે પછી, વરમાળાના કાર્યક્રમ માટે કન્યાના પરિવારે વરરાજાને વરમાળા માટે ફૂલોથી શણગારેલા સ્ટેજ પર આવવા કહ્યું. વરરાજા સ્ટેજ પર ચઢી ગયો. થોડા સમય પછી દુલ્હનના પરિવારજનો અને સંબંધીઓ પણ સ્ટેજ પર આવ્યા.
સ્ટેજ પર વરરાજાએ મારી જોરથી થપ્પડ
લગ્નમાં વરમાળાને જોવા માટે વરરાજા અને દુલ્હન બંને પક્ષના લોકો એકઠા થયા હતા. વરમાળા સમયે વરરાજાને જાનના જાનૈયાઓઓ દ્વારા કહેવામાં આવ્યું કે લગ્નમાં ખાવા માટે માછલી તૈયાર કરવામાં આવી નથી. અહીંનું ભોજન એકદમ સરળ છે. આ વાતથી વરરાજા ગુસ્સે થઈ ગયો અને તેણે તરત જ કન્યાને પૂછ્યું કે રાત્રિભોજન માટે શું છે?
બંને પક્ષ ઝઘડી પડ્યા
તો કન્યાએ કહ્યું કે હા, ભોજન સાદું છે, ભોજનમાં માછલીની વાનગી નથી. આ સાંભળીને વરરાજાનું વલણ બદલાઈ ગયું અને તે પોતાની ખુરશી છોડીને સ્ટેજ પર ઊભો થઈ ગયો અને વરરાજાએ સ્ટેજ પર જ એક પછી એક કન્યાને થપ્પડ મારવાનું શરુ કરી દીધુ. વરનું આ વલણ જોઈને દુલ્હન પક્ષના લોકો ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ત્યાર બાદ બંને પક્ષ તરફથી લાતો અને મુક્કો શરૂ થઈ ગયા.
વર પક્ષના લોકોએ કહ્યું કે જ્યારે અમે સગાઈ વખતે માછલી ખવડાવી હતી તો લગ્નમાં માછલી કેમ ના રાખી. યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે અમારા લગ્નમાં નોન-વેજ રાંધવામાં આવતું નથી તેથી સાદું ભોજન બનાવવામાં આવ્યું હતું. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ તેમણે આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.
આ પણ વાંચો: અંતે અનંત-રાધિકા સાત જન્મના બંધનમાં બંધાયા, જૂઓ વિડીયો