ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

તેલંગાણામાં ‘માછલી’નો વરસાદ, જાણો-કેમ થાય છે ‘એનિમલ રેઈન’?

Text To Speech

આકાશમાંથી પાણીની સાથે બરફના કરા પડતા તો તમે જોયા હશે અને તેના વિશે સાંભળ્યું પણ હશે. પરંતુ, શું ક્યારેય તમે એવું જોયું છે કે, આકાશમાંથી માછલીઓનો વરસાદ થયો હોય ? સાંભળવામાં અજુગતી લાગતી આ ઘટના ઘટી છે ભારતના તેલંગાણામાં.

તેલંગાણામાં ભારે વરસાદ વચ્ચે જગતિયાલ શહેરના લોકોએ કંઈક અનોખું જોયું. જગતિયાલ નગરના સાંઈ નગરના લોકો શુક્રવાર અને શનિવાર બંને દિવસે આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે તેમને આકાશમાંથી માછલીનો ‘વરસાદ’ જોવા મળ્યો.

આકાશમાંથી માછલીનો ‘વરસાદ’

રેઈનિંગ ફિશ એ એક દુર્લભ હવામાન ઘટના છે જેને “એનિમલ રેઈન” કહેવામાં આવે છે. એ ત્યારે થાય છે જ્યારે નાના પાણીના પ્રાણીઓ જેમ કે દેડકા, કરચલાં અને નાની માછલીઓ પાણીના ટાંકાઓમાં વહી જાય છે.

વૈજ્ઞાનિકોનું શું કહેવું છે ?

  • આ સંદર્ભે, વૈજ્ઞાનિકો માને છે કે આવી ઘટનાઓ પાણીના સ્તંભ અથવા ટોર્નેડોને કારણે છે. જ્યારે ટોર્નેડો દરિયાની સપાટીને પાર કરે છે, ત્યારે તે પાણીના ગંભીર તોફાનમાં ફેરવાય છે.
  • આ સમય દરમિયાન ફૂંકાતા પવનમાં માછલી, દેડકા, કાચબા, કરચલા અને મગર પણ તેમની સાથે હોય છે. આ જીવો આ ટોર્નેડો સાથે ઉડતા રહે છે અને જ્યાં સુધી પવનની ગતિ ઓછી ન થાય ત્યાં સુધી આકાશમાં હોય છે.
  • જેવો પવન ધીમો પડી જાય છે અને જ્યાં આ ટોર્નેડો પહોંચે છે, આ જીવો વરસાદના પાણી સાથે આસપાસના વિસ્તારોમાં પડવા લાગે છે.
Back to top button