ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા છે.ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિ તરીકે મહિલા આગેવાન ડો. નીરજા અરુણ ગુપ્તાની પસંદગી કરવામા આવી છે. ડો. નીરજા ગુપ્તા ગુજરાત ભવન કોલેજના પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલમાં તેઓ મધ્યપ્રદેશની એક યુનિવર્સિટીમાં VC તરીકે સેવા આપે છે.
ડો.નીરજા ગુપ્તા બન્યા ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના Vice Chancellor તરીકેડો. નીરજા અરુણ ગુપ્તાનીનિમણૂક કરવામાં આવી છે. ડો. ગુપ્તા અગાઉ મધ્ય પ્રદેશમાં સાંચીમાં યુનિવર્સિટી ઓફ બૌદ્ધ-ઇન્ડિક સ્ટડીઝના વાઇસ ચાન્સેલર હતા. ડો. ગુપ્તા હિમાંશુ પ્રોફેસરનું સ્થાન લેશે, ડો. હિમાંશુ પંડ્યા જેમની વિસ્તૃત મુદત પૂરી થઈ ગઈ છે. ડો. ગુપ્તા અગાઉ અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનની કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે.
નીરજા ગુપ્તા અમદાવાદના રહેવાસી
તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને કાર્યક્રમોની સલાહકાર રહી ચુક્યા છે. તેઓએ મેરઠ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.ફિલ અને પીએચ.ડી.કરેલ છે. મહત્વનું છે કે નીરજા ગુપ્તા અમદાવાદના રહેવાસી છે.
આ પણ વાંચો : વડોદરામાં લોનના હપ્તા ભરવાની ચિંતામાં યુવકે દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું