ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

જમ્યા બાદ પહેલા વજ્રાસન, પછી મુખવાસ, આપશે મોટા મોટા ફાયદા

  • વજ્રાસન એક ખૂબ જ સરળ આસન
  • તે કોઈપણ ઉંમરના લોકો સરળતાથી કરી શકે
  • વજ્રાસનને ડાયમંડ પોઝ પણ કહેવામાં આવે છે 

જમ્યા બાદ કરી શકાય તેવું એકમાત્ર આસન છે વજ્રાસન. આયુર્વેદમાં એવું કહેવાય છે કે મુખવાસ નહીં ખાવ તો ચાલશે, પરંતુ પહેલા વજ્રાસનમાં બેસો. વજ્રાસનમાં બેસવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિયમિત વજ્રાસનના બેસવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં ઘણો ફાયદો થાય છે. વજ્રાસન કરવાથી પણ કમરના દુખાવામાં રાહત મળે છે. વજ્રાસન એક ખૂબ જ સરળ આસન છે જે કોઈપણ ઉંમરના લોકો સરળતાથી કરી શકે છે. વજ્રાસનને ડાયમંડ પોઝ પણ કહેવામાં આવે છે અને આ આસન બેસીને કરવામાં આવે છે. તે કરવાથી પાચનમાં તો સુધારો થાય જ છે, પરંતુ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને તણાવ ઘટાડવામાં પણ મદદ મળે છે.

વજ્રાસનના ફાયદા

 

જમ્યા બાદ પહેલા વજ્રાસન, પછી મુખવાસ, આપશે મોટા મોટા ફાયદા hum dekhenge news

પાચનક્રિયા સુધારવામાં ઉપયોગી

વજ્રાસન પાચન અંગોની માલિશ કરે છે અને રક્ત પ્રવાહને પ્રોત્સાહિત કરે છે, તેનાથી પાચનમાં સુધારો થાય છે. તે કબજિયાત, અપચો અને ગેસ જેવી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ ઉપયોગી થઈ શકે છે.

ડાયાબિટીસ કરશે કન્ટ્રોલ

વજ્રાસન બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તણાવ ઘટાડવામાં મદદરૂપ

વજ્રાસન મનને શાંત કરે છે અને તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. તે ચિંતા અને ડિપ્રેશનમાંથી રાહત આપવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

પીઠના દુખાવાથી રાહત

વજ્રાસન કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને પીઠના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. આ આસન કરોડરજ્જુને સીધી રાખવામાં પણ મદદ કરે છે.

હિપ્સ અને ઘૂંટણને મજબૂત કરશે

વજ્રાસન હિપ્સ અને ઘૂંટણને મજબૂત અને લચીલા બનાવે છે. તે સંધિવા અને અન્ય સાંધાના દુખાવામાં રાહત આપવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

વજ્રાસન મેટાબોલિઝમ વધારે છે અને આ કારણથી વજન પણ ઘટી શકે છે. આમ વજ્રાસન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

એકાગ્રતા વધારવામાં ઉપયોગી

આ આસન એકાગ્રતા અને ધ્યાન વધારવામાં મદદ કરે છે. નિયમિત તે કરવાથી એકાગ્રતા અને ધ્યાન વધારી શકાય છે. તમારે તમારા રુટિનમાં તેને સામેલ કરવું જોઈએ.

વજ્રાસન કરવાની યોગ્ય રીત

એક સમતળ સપાટી પર બેસો. તમારા પગને આગળની તરફ લંબાવો. ધીમે ધીમે તમારા ઘૂંટણને વાળીને તમારા પગના તળિયાને જમીન પર મૂકો. તમારી એડીઓને એકદમ નજીક લાવો. તમારી કરોડરજ્જુ સીધી અને તમારી છાતી પહોળી રાખો. તમારા હાથને તમારા ખોળામાં રાખો, હથેળીઓ ઉપરની તરફ રાખો. તમારી આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લો. 5-10 મિનિટ માટે આ સ્થિતિમાં રહો.

આ બાબતોનું ધ્યાન રાખો

  • જો તમને ઘૂંટણ કે પગની ઘૂંટીમાં દુખાવો હોય તો તમે વજ્રાસનને બદલે પદ્માસન અથવા સુખાસન પણ  કરી શકો છો.
  • ગર્ભવતી મહિલાઓ આ આસન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો ભૂલથી પણ આ વસ્તુઓને હાથ ન લગાડતા

Back to top button