અમદાવાદ: સોલા બ્રિજની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ભયંકર અકસ્માત થયો, પહેલી વખત NHAI સામે ગુનો નોંધાશે


અમદાવાદ, 03 માર્ચ 2025: અમદાવાદમાં 27 ફેબ્રુઆરીના રોજ સોલા બ્રિજ પર વહેલી સવારે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત થયો ત્યારે બ્રિજ પરની સ્ટ્રીટ લાઈટો બંધ હતી. લાઈટો બંધ હોવાના કારણે ડ્રાઈવર પાર્ક કરેલો ટ્રક જોઈ શક્યો નહીં અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું મૃત્યુ થયું હતું. ત્યાર હવે બંધ લાઈટોના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનાથી NHAI સામે કાર્યવાહી કરવામાં આવી છે.
બંધ લાઈટોના કારણે ટ્રક દેખાયો નહીં અને કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ, જેમાં કાર ચાલકનું મોત થયું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શ્રીચંદ શર્મા નામના વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું.
જ્યારે આ ઘટના બની ત્યારે હાઈવે પર એક તો સ્ટ્રીટ લાઈટો નહોતી, બીજી તરફ ધુમ્મસ પણ હતી. જેના કારણે કાર ચાલક ટ્રક જોઈ શક્યો નહીં અને અકસ્માત થઈ ગયો. ત્યારે હવે પોલીસે પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટ્રીટ લાઈટનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરુ કરી છે. હકીકતમાં જોઈએ તો અકસ્માત થયો ત્યારે લાઈવે પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાનું એસજી હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં સામે આવ્યું હતું, જે બાદ પોલીસ એક્શનમાં આવી છે.
આ પણ વાંચો: આરોપીના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસે નવજાત બાળકને કચડી નાખ્યું, પરિવારે હોબાળો કર્યો