પહેલા આવ્યા બ્લેન્ક મેસેજ પછી મિસ કોલ અને ખાતામાંથી ગાયબ થયા લાખો રુપિયા
દિલ્હીમાં સાયબર ક્રાઈમનો એક હેરાન પરેશાન કરતો કિસ્સો સામે આવ્યો છે. ઠગોએ ઓટીપી પૂછ્યા વિના કે કોઈ લિંક મોકલ્યા વિના કંપનીના બેંક ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. કંપનીની ફરિયાદ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસની તપાસ શરૂ કરી છે.
પહેલા આવ્યા બ્લેન્ક મેસેજ, પછી મિસ કોલ
એવું કહેવાય છે કે ઓટીપી અને લિંક વગર બેન્ક ખાતામાંથી પૈસા ઉપડી જવાનો દિલ્હીમાં આ પહેલો કેસ છે. પોલીસને અપાયેલી ફરિયાદમાં પીડિતે જણાવ્યુ કે ઠગે ન તો કોઇ પણ પ્રકારની લિંક મોકલી છે, ન તો વન ટાઇમ પાસવર્ડ માંગ્યો હતો. ફરિયાદી પાસે પહેલા થોડા બ્લેન્ક મેસેજ આવ્યા હતા, થોડા સમય બાદ ઠગોએ ફોન કોલ કરવાનું પણ શરૂ કરી દીધુ. વારંવાર મિસ કોલ કરીને ઠગો તેમનું ધ્યાન ભટકાવતા રહ્યા.
મેસેજ અને મિસ કોલ બંધ થયા અને પૈસા ગાયબ
ફોન કપાયાની થોડી જ વારમાં ફરિયાદીને ફોન પર 50 લાખ રૂપિયાનો આરટીજીએસ કર્યાનો મેસેજ આવ્યો અને તે ચોંકી ગયો. શરૂઆતની તપાસમાં પોલીસે જણાવ્યુ કે આરટીજીએસ દ્વારા અલગ અલગ ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે. 12 લાખ રૂપિયા ભાસ્કર મંડલ નામની વ્યક્તિના ખાતામાં, 5 લાખ રૂપિયા અવિજિત ગિરી અને 10-10 લાખ રૂપિયા અન્ય ખાતાઓમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે તમામ ખાતાઓની તપાસ કરી છે.
જામતારા કનેક્શન હોવાની આશંકા
પોલીસે આ કેસમાં ઝારખંડના જામતારાનું કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઇ શકી નથી. આ ટોળકીનો નેતા જામતારાનો હોઈ શકે છે અને જે ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હતા તે લોકોને કમિશન પેટે આપ્યા હોય તેવી પણ શક્યતા છે. હવે સાયબર ઠગ લોકોને નવી નવી રીતે ચુનો લગાવી રહ્યા છે. સિમ એક્ટિવેશનના નામે કોલ કરીને તેઓ એવો કન્ટ્રોલ એક્ટિવેટ કરે છે, જેથી ફોનનો બધો કંટ્રોલ તેમની પાસે જાય છે અને પછી કોલ ડાયવર્ટ કરીને ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. અને તેની માહિતી પણ કૉલ ડિસ્કનેક્ટ થયા પછી જ ઍક્સેસિબલ છે.
આ પણ વાંચોઃ OIC મહાસચિવની PoK મુલાકાતની ભારતે કરી નિંદા, કહ્યું- અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરો